Proud of Gujarat
FeaturedGujarat

કોલુ ગામની સીમમાં આંબાના ઝાડ ઉપર બે બેહનોના મૃતદેહ ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા.જાણો કેમ? ક્યાં? અને કેવી રીતે ?

Share

દિનેશભાઇ અડવાણી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલુગામ પાસે ખેતરમાં આંબાની ડાળી પર લટકેલી બે બહેનોની લાશ ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી.આ ઘટના બનતા નસવાડી પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પોહચી ગયા હતા.કોલુગામના મનસુખભાઇ ભીલ છેલ્લા ત્રણ વર્ષથી ખેતર ભાગે લઇ મજૂરી કામ કરી ખેતી કરી ગુજરાન ચલાવે છે.ગતરોજ સાંજે મિસલી, ઉમર વર્ષ ૧૪ અને આરતી, ઉમર વર્ષ ૧૫ દુકાને સામાન લેવા ગયા હતા તે પરત ન ફરતા શોધખોળ શરૂ થઇ ગઈ હતી. દરમિયાન બીજે દિવસે સવારે બંને બહેનોની લાશ આંબાની ડાળી પરથી ફાસો ખાધેલ હાલતમાં મળી આવી હતી.આ બનાવની તપાસ પોલીસ કરી રહી છે.ઘટના હત્યાની છે કે આત્મહત્યાની તે તપાસનો વિષય છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લામાં કુલ ૧૬ નવા પોઝિટિવ દર્દી આવતા અત્યાર સુધી 977 પોઝિટિવ દર્દીઓ નોંધાયા.

ProudOfGujarat

વાપી-ઘરકામ કરતી 90 મહિલાઓને વાપી મુસ્કાન ગ્રુપ હવે ભણાવશે, ધો.10માં નાપાસ વિદ્યાર્થીઓને મફતમાં ટ્યુશન કલાસ ચલાવશે..

ProudOfGujarat

ઉમરપાડા કેવડી ગામનાં વેપારીને ત્યાંથી શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!