Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જિલ્લામાં ઠેર-ઠેર વિશ્વ્ આદિવાસી દિવસ નિમિતે જાહેર રજા આપવા રજુઆત કરવામાં આવી…

Share

દિનેશભાઇ અડવાણી

સમસ્ત વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તારીખ ૯મી ઓગસ્ટના દિવસે ઉજવાય છે જયારે વિશ્વના વિવિધ વિસ્તારોમાં જાહેર રજા આપવામાં આવે છે અને આ દિવસે આદિવાસી સંસ્કૃતિને અનુલક્ષીને વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવે છે.આજ ધોરણે સમગ્ર ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિન એટલે કે ૯મી ઓગસ્ટના દિવસે જાહેર રજા આપવા આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા તરફથી રજુઆત કરવામાં આવી છે.જેને અનુલક્ષીને છોટાઉદેપુરના નસવાડી તાલુકાના સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા વિવિધ વિસ્તારોના લગત મામલદારોને આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા અને આ દિવસે આદિવાસીઓ પોતાનો પર્વ ઉમંગ સાથે ઉજવી શકે તે માટે જાહેર રજાની માંગણી કરવામાં આવી હતી એટલું જ નહિ પરંતુ નસવાડી ગામમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર પદ્માવતી સોસાયટી માં પતિએ પત્ની ઉપર આડા સંબંધનો વહેમ રાખી મોતને ઘાટ ઉતારી પતિ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

ઇરોસ પર એકશન થ્રિલરથી ભરપૂર ‘સૂર્યાંશ’ 6 નવેમ્બરે થશે સ્ટ્રીમ…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આવેલ નહેરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!