Proud of Gujarat
FeaturedGujaratINDIA

જી.યુ.વી.એન.એલ, ગોત્રી પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને છોટાઉદેપુર એલ.સી.બી. એ ઝડપી પાડયો.

Share

છોટાઉદેપુર જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં વિવિધ ગુનાઓ અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ અપાયેલ, તે અંતર્ગત એચ.એચ.રાઉલજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જી.યુ.વી.એન.એલ. વડોદરા ગોત્રી પોલીસ મથકે નોંધાયેલ ફસ્ટ ગુ.ર.નં. ૨૮૯૯।૨૦૧૫ ઇલેકટ્રીક સીટી એકટ કલમ ૧૩૫ ( એ ) ગુના હેઠળ છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી વિક્રમભાઇ દલેસીંગ ઉર્ફે દલસીંગભાઇ રાઠવા રહે.ચીલરવાંટ તા.જી.છોટાઉદેપુરના છોટાઉદેપુર બસ સ્ટેન્ડ ખાતે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા આ ઇસમ ઝડપાઇ ગયો હતો. પોલીસે આ ઝડપાયેલ ઇસમને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે લાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

વડોદરામાં સાવલી તાલુકાના ખોખર ગામમાં ઘર આંગણે ગાજાનું વાવેતર ઝડપાયું

ProudOfGujarat

મોરોક્કોમાં ભયાનક ધરતીકંપના કારણે તબાહી, 296 લોકોના મોત, 6.8 ની તીવ્રતા

ProudOfGujarat

માંગરોળ નાની નરોલી ગામે તીન પત્તીનો જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!