સંખેડા-છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા સુષ્કાલ ગામના ભારતભાઇ રાઠવા (ઉ.વ.50) નાઓ ઓરસંગ નદીમાં લાકડા લેવા ગયા ત્યારે નદીમાં તેઓ ડૂબી ગયા હતાં. ઓરસંગમાં ડૂબી જતા સુષ્કાલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ ટ્વીટ કરીને જાહેર જનતાને વહીવટી તંત્ર તરફથી નદી કે તળાવમાંથી પસાર કરવાનું ટાળવા, સ્નાન કરવા નદીમાં નહિ ઉતરવા કે કોઈ તણાઈ આવતી વસ્તુ લેવા નદીમાં નહી ઉતરવા સૂચના આપી છે.
Advertisement