વિશ્વને કોરોના મહામારી આપનાર ચીન હવે કુદરતી મોટી આફતનો સામનો કરતુ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, ચીનમાં દર વર્ષે ભારે વરસાદ પડે છે, જેના કારણે જાન-માલનું મોટુ નુકસાન થાય છે. પરંતુ સતત શહેરીકરણ અને હવામાનમાં પલટાને લીધે, આ વખતે વરસાદે હજી વધુ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે.
ચીનમાં કુદરતી પ્રકોપ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અહી પૂરમાં ભસાયેલા લોકો, ઉધી થઇ ગયેલી કારો અને ચીનનાં રસ્તાઓનાં ડરામણા દ્રશ્યો છેલ્લા ત્રણ દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યા છે. ચીનનાં જિન્હુઆ ન્યૂઝનાં એક વીડિયોમાં Zhengzhou city ની સબવે લાઇનોની અંદર લોકો તેમની ગળા સુધી પાણીમાં ફસાયેલા બતાવવામાં આવ્યા છે. આ લોકોની સંખ્યા આશરે 12 કરોડ છે, જે બચાવ ટીમની આવવાની રાહ જોઈ રહ્યા છે.ચીનનાં સેન્ટ્રલ હેનાન પ્રાંતમાં એક હજાર વર્ષથી વધુનાં ભારે વરસાદને કારણે 12 સબવેનાં મુસાફરો સહિત 25 લોકોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, Zhengzhou માં શનિવારથી મંગળવાર સુધીમાં 617.1 મીમી વરસાદ નોંધાયો હતો, જે આશરે શહેરનાં વાર્ષિક સરેરાશ વરસાદ (640.8 મીમી) જેટલો જ છે.
સરકારી માધ્યમ મુજબ, કુલ 1.24 મિલિયન લોકો પૂરથી અસરગ્રસ્ત થયા હતા અને 1,60,000 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા હતા. સાત લોકો ગુમ થયાનાં અહેવાલ છે, જ્યારે દિવાલ ધરાશાયી થતાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. સબવે, રસ્તા, હોટલો અને મકાનો જ નહી પણ શાઓલીન મંદિર પણ આ ભારે પૂરનો ભોગ બન્યા હોવાના અહેવાલ છે. જેના કારણે સમગ્ર દેશમાં અફરા-તફરીનું વાતાવરણ છે. હવામાન શાસ્ત્રીઓ હેનાન પ્રાંતમાં આગામી ત્રણ દિવસ વધુ વરસાદની આગાહી કરી રહ્યા છે, રાષ્ટ્રપતિ શી જિનપિંગે 5,700 પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) નાં સૈનિકોને બેઇજિંગથી લગભગ 650 કિમી દક્ષિણ-પશ્ચિમમાં શહેરમાં શોધ અને બચાવ કામગીરી માટે તૈનાત કર્યા છે.
અહેવાલો અનુસાર, ઘણા સ્થળોએ પાણી ભરાવાના કારણે શહેરમાં ટ્રાફિક અટવાયો હતો. 80 થી વધુ બસ સેવાઓ સ્થગિત કરવી પડી હતી, 100 થી વધુ રૂટ ડાયવર્ટ કરાયા હતા અને ‘સબવે’ સેવાઓ પણ અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ, ફાયર બ્રિગેડનાં જવાનો અને અન્ય સ્થાનિક પેટા જિલ્લા કર્મચારીઓ સ્થળ પર બચાવ કાર્યમાં રોકાયેલા છે, એમ સમાચારમાં જણાવાયું છે. ‘સબવે’ માં પાણી ફરી વળ્યું છે અને મુસાફરો હાલ માટે સલામત છે. Zhengzhou રેલ્વે સ્ટેશન પર 160 થી વધુ ટ્રેનોને રોકવામાં આવી હતી. Zhengzhou એરપોર્ટ પર આવતી 260 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. વળી સ્થાનિક રેલ્વે અધિકારીઓએ કેટલીક ટ્રેનો પણ બંધ કરી દીધી છે અથવા તેમનો સમય બદલ્યો છે. તોફાનથી પ્રભાવિત શહેરમાં કેટલાક સ્થળોએ વીજળી અને પીવાનાં પાણીની સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી હતી.