આજકાલ ઓનલાઈન જુગારનો તાવ લોકોના માથે જઈ બેસી ગયો છે. કેટલાક લોકોને લાગે છે કે આ ઘરે બેઠા બેઠા પૈસા કમાવાની સહેલી રીત છે, પરંતુ આમાં ઘણું જોખમ પણ હોય છે. જુગારમાં દરેકવાર જીતવું એ શક્ય નથી. હારવા પર ખેલાડી એ વિચારીને શરત લગાવતો રહે છે કે કદાચ તેને આગલી વખતે જીત મળશે.
ચેન્નઈમાં પણ આવી જ રીતે એક પરિણીત મહિલાએ ઓનલાઇન રમીમાં 7.5 લાખ રુપિયાનું સોનુ અને 3 લાખ રુપિયા દાવ પર લગાવી દીધા, અને હારી ગઈ હતી. આ પૈસા એણે તેની બહેનો પાસેથી ઉધારીમા લીધા હતા. આ વાત સહન ના થતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. 29 વર્ષની આ મહિલાનું નામ ભવાની હતું. તે મનાલી ન્યૂ ટાઉનમાં રહેતી હતી. મેથ્સ સાથે B.sc પાસ કર્યું હતું. બાકિયારાજ સાથે 2016 માં તેના લગ્ન થયા હતા. બંનેના 3 અને 1 વર્ષના 2 બાળકો છે. પતિ બાકીયારાજ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. ભવાની પણ કંદાંચવડીમાં એક પ્રાઇવેટ હેલ્થકૅયર કંપનીમાં કામ કરતી હતી. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાને પોલીસે કહ્યું કે ભવાનીએ કોરોના લૉકડાઉન દરમિયાન ઓનલાઇન જુગાર રમવાનું શરુ કર્યું હતું. શરુઆતમાં તેણે થોડા પૈસાનું રોકાણ કર્યુ નફો થતા ધીમે ધીમે ભવાનીને આની લત લાગી ગઈ હતી. ઝડપથી પૈસા આવતા જોઈ ઓનલાઇન રમીમાં વધારે પૈસાનું રોકાણ કરવા લાગી.