બોટાદ ઉમા પાર્ક-૨ દોઢ મહિનાથી પાણી નહિ અપાતા રહિશોમા રોશ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહી આવતા લોકોમાં રોષ કર્ફોડી સ્થિતિ ઉભી થયેલ છે. આ બાબતે આ વિસ્તારના રહીશ એવા જીવરાજભાઈ નાનુભાઈ અબિયાણી તથા રહીશો દ્વારા બોટાદ નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ આજ દિન સુધી આ પીવાના પાણી પ્રશ્ને કોઈ હલ આવેલ નથી. જેથી લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. ભર શીયાળામાં પીવાના પાણી માટે આ વિસ્તારના રહીશોને આમ તેમ વલખા મારવા પડતા હોય છે. તો ઉનાળામાં તો શું થશે. તેવો વેધક સવાલ આ વિસ્તારના રહીશોમાંથી ઉઠવા પામેલ છે. તંત્ર દ્વારા તાત્કાલિકના ધોરણે પીવાના પાણી માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બોટાદ શહેરમા બાહ્મણ સોસાયટીની બાજુમાં આવેલ ઉમા પાર્ક – ૨ સોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી પાણી આવતું ન હોવાથી આ વિસ્તારના રહીશોની ખૂબ જ કોડી સ્થિતિ થવા પામી છે. આ વિસ્તારમા પાણીની સમસ્યા તંત્ર દ્વારા તાત્કાલિક હલ કરવામા આવે એવી લોક માંગ ઉઠી છે. પ શહેરમા બ્રાહ્મણ સોસાયટીની બાજુમાં આવેલ ઉમા પાર્ક સોસાયટીમાં દર પંદર દિવસે પીવાનું પાણી આવતું હતુ અને એ પણ દુર્ગંધ યુક્ત હતુ. પરંતુ છેલ્લા દોઢ મહિનાથી આ વિસ્તારમા પીવાનું પાણી આવતું ન હોય જેને લઈને આ વિસ્તારના રહીશોમાં રોષ ફાટ્યો
બોટાદ ઉમા પાર્ક-૨ દોઢ મહિનાથી પાણી નહિ અપાતા રહિશોમા રોશ
Advertisement