Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ દાદાનો ગલગોટા-ગુલાબના ફૂલોથી દિવ્ય શણગાર કરાયો

Share

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગલગોટા-ગુલાબના ફૂલોનોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. દાદાના હજારો ભક્તોએ દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તા.06-05-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા. સાથે જ સવારની 05:30 કલાકની મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકની શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

આજે દાદાને ભવ્ય ફૂલોના શણગાર સાથે ખારેક, કાળી દ્રાક્ષ, લવિંગ, કાજુ, બદામ, ખજુર વગેરેનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં શ્રી મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.


Share

Related posts

પંચમહાલ: શહેરા નગરપાલિકાના ભુતપુર્વ કારોબારી અધ્યક્ષની આત્મવિલોપનની ચીમકીના મુદ્દે શિવસેના દ્વારા પ્રાન્ત અધિકારીને લેખિત આવેદન.

ProudOfGujarat

જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ ૦૦૦૦૦૦

ProudOfGujarat

સફાઇ અભિયાન : સુરેન્દ્રનગર : લખતરની લખતરીયા શેરીની મહિલાઓ લખતર તળાવના નહાવા ધોવાના ઘાટ સાફ કરવા તળાવ પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!