બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ જ્યાં ખૂબ મોટી સંખ્યામાં હનુમાનજી દાદાના હરિભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે અમાસ તેમજ શનિવારના રોજ રંગબેરંગી ફુગ્ગાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ છે. તેમજ અદભૂત શણગાર સાથે કાજુકતરી, બરફી, પેંડા, લાડુ જેવી વિવિધ મીઠાઈનો અન્નકૂટ ધરાવી મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. હનુમાનજીને કરાયેલ અદભૂત શણગાર સાથેના દર્શન કરી હરિ ભક્તો એ આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Advertisement