બોટાદ ખાતે તુરખા રોડ ઉપર ગોપાલ નગર નામનો વિસ્તાર આવેલ છે આ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવાની પહેરવી થઈ રહી છે ત્યારે આ વિસ્તારના લોકોએ વિરોધ કરે છે અને અહીંયા જો ટાવર ઉભો કરવામાં આવે તો લોકોને નુકસાન થાય એવું છે રેડીએશનથી નુકસાન થાય તેમ જ ભવિષ્ય કોઈ કુદરતી આફત આવે તો ટાવર પડે તો જાનહાની પણ થઈ શકે તેવી શક્યતા હોય તેમજ રહેણાકી વિસ્તારમાં ટાવર ન હોવો જોઈએ તેવી પણ તે લોકોની માંગ છે.
જ્યારે આ બાબતે ઓળખતા અને પૂછતા તેઓ જણાવે છે કે અમે નગરપાલિકાની પરમિશન લઈ લીધેલ છે તો શું નગરપાલિકા રહેણાકી વિસ્તારમાં પરમિશન આપે છે ? લોકોની સંમતિ લીધેલ છે? લોકોનું કહેવું છે કે આ કામ ફક્ત શનિ રવિમાં જ કરવામાં આવે છે જેથી કોઈ લોકો જે તે અધિકારીને ફરિયાદ ન કરી શકે અને ધીમે ધીમે ટાવર ઊભો થઈ જાય પરંતુ આ વિસ્તારના રહીશોનો સખત વિરોધ હોય આ ટાવરનું કામ બંધ રાખવું જોઈએ તેવી તેમની માંગ છે.