Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારે વિવાદ બાદ સાળંગપુર મંદિરમાં વિવાદીત ભીંતચિત્રો દૂર કરાયા

Share

ભારે વિવાદ બાદ સાળંગપુર મંદિરમાં વિવાદીત ભીંત ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. મોડી રાત્રે મીડિયાકર્મીઓને દૂર રાખીને પડદા લગાવીને અંધારામાં આ ભીંતચિત્રો દૂર કર્યા હતા.

સીએમ સાથેની બેઠક બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સાળંગપુરમાં સ્વામીનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવાતા ચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે તેને લઈને સાધુ સંતો અને મહંતોમાં રોસ જોવા મળ્યો હતો.

અત્યારે અહીં ભીંતચિત્રો લગાવી દેવામાં આવ્યા છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા ભીંતચિત્રો બે જગ્યા પર લગાવવામાં આવ્યા છે. રાત્રિના 12.30 વાગે આ ભીંતચિત્રો હટાવવામાં આવ્યા છે. બેરીકેટ લગાવીને આ કામગિરી કરવામાં આવી હતી. કોઈ મીડીયા કવરેજ ન કરે તે માટે બેરીકેટ લગાવ્યા હતા. પોલીસ કર્મીઓની હાજરી પણ જોવા મળી હતી. સંતોના વિરોધનો સૂર એક થયો છે અને શું પરીણામ લાવશે એ સમય બચાવશે જો કે, લેખિતમાં ખાતરી ન આપે ત્યાં સુધી વિરોધ જારી રાખરવાની માગ કરાઈ રહી છે.

Advertisement

ત્યારે આ મામલે લીંબડીમાં સંતોનું મહાસંમેલન મળ્યું છે. દેશભરના મહામંડલેશ્વરની ઉપસ્થિતિમાં આ બાબતને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.


Share

Related posts

ભારે વરસાદ ને કારણે ઉભરાટ પાણી પુરવઠા યોજના ની ટાંકી ધરાશાય

ProudOfGujarat

સુરતમાં ગીર સોમનાથના વિવાનને sma નામની બીમારી : સમતા સૈનિક દળ દ્વારા વિવાન માટે ફંડ એકત્ર કરી 1 લાખ 25 હજારનો ચેક એનાયત કર્યો.

ProudOfGujarat

કમલ ઓટો શો રૂમમાં 7 જેટલા જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!