Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો પર કાળો રંગ કરીને તોડવાનો કર્યો પ્રયાસ, એક વ્યક્તિની પોલીસે કરી અટકાયત

Share

સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટની ઉંચી પ્રતિમા નીચે આવેલા ભીંતચિત્રમાં હનુમાનજીને નીલકંઠવર્ણીને પ્રણામ કરતા બતાવ્યાનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. આજે સાળંગપુરમાં એક વ્યક્તિએ આ વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યા બાદ કેટલાક ચિત્રોને ખંડિત કર્યા છે. જોકે પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા આ શખ્સની પૂછપરછ કરાઈ છે. હાલ પોલીસે બેરિકેટ લગાવીને વિસ્તારને કોર્ડન કર્યો છે. તો ઘટનાની જાણ થતા DySP મંદિરે પહોંચ્યા છે. પ્રાથમિક તપાસમાં ચારણકી ગામના હર્ષદ ગઢવીએ કલર લગાવ્યા હોવાનો આરોપ છે.

આ પહેલા નૌતમ સ્વામીએ આ વિવાદિત ભીંતચિત્રો પર કહ્યું હતું કે આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને આનાથી તકલીફ થઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.

ભક્ત દ્વારા ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને વાંસથી કોર્ડન કરી લેવામાં આવી છે તેમજ ભીંતચિત્રો પર જે કાળો રંગ લગાવવામાં આવ્યો છે એને દૂર કરવા માટે મંદિરના સેવકો દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ

ProudOfGujarat

ગોધરા : રિક્ષાચાલકો અને હાથલારીવાળાઓએ લીધેલી રોજગારી માટેની લોનનાં હપ્તા ભરવા માટે રાહત મળે તે માટે જીલ્લા કોંગ્રેસનું આવેદન.

ProudOfGujarat

સુરત : સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!