Proud of Gujarat
INDIAFeaturedGujarat

બોડેલી તાલુકાના જબુગામમાં 2 કાર વચ્ચે અકસ્માત : એક કાર ચાલકને ગંભીર ઈજા…

Share

બોડેલી તાલુકાના જબુગામ બસ સ્ટેન્ડ નજીક બે ઈક્કો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈકોના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ સંદર્ભે જબુગામ પોલીસ મથકે ફરિયાદ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 56 પર બે ઈક્કો ગાડી વચ્ચે રાતના સુમારે અકસ્માત સર્જાયો હતો. જેમાં મધ્યપ્રદેશના બાપુસીગ જોટડીયાભાઈ રાવરીયા પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરી પોતાના વતન જોબટ (એમ.પી) પોતાની ઈક્કો ગાડી લઈને જઈ રહ્યો હતો.

ત્યારે રાતના સુમારે બીજી એક નંબર વિનાની ઈક્કો કારનો ચાલક પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ઓવરટેક કરી રોંગ સાઈડ સાથે બંને ઈક્કો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ગાડીના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી. જેમાં એમપીના ગાડી ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજી ગાડીનો ચાલક સ્થળ પર જ ગાડી છોડી ભાગી ગયો હતો. બનાવ અંગેની જબુગામ પોલીસ મથકે ફરીયાદ થતાં જબુગામ પોલીસ મથકના જમાદાર ભરતભાઈએ જરૂરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

નવ સિદ્ધુની “બોસ મ્યુઝિક પ્રોડક્શન્સ” બની પ્રથમ હરોળની પ્રથમ કમ્પોઝિશન કંપની.

ProudOfGujarat

પાલેજ સ્થિત કુમાર શાળામાં લર્નિંગ બાય ડુંઈંગ ઇન્ટર સ્કુલ એક્ટિવિટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વાંસદાના ધારાસભ્ય પર થયેલા હુમલાની ઘટનાને ભરૂચ કોંગ્રેસે વખોડી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!