Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભત્રીજાએ કાકીને પીંખી નાંખી : બોડેલીના સાગદ્રા ગામે કુટુંબી ભત્રીજાએ બે સંતાનની માતાને ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું.

Share

બોડેલી તાલુકાના સાગદ્રા ગામે રહેતી બે સંતાન ધરાવતી પરિણીત મહિલા પર કુટુંબી ભત્રીજાએ નજર બગાડીને મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતાં બોડેલી પોલીસે 376 ની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સાગદ્રા ગામે ઘરકામ કરતી પરિણીત મહિલા મોડી સાંજે જ્યારે પોતાના મકાન પર કપડાં સૂકવતી હતી. ત્યારે નજીકમાં રહેતો કાકા સસરાના છોકરાનો છોકરો વિજય ત્યાં આવી ચડ્યો અને મહિલાને બાથમાં ભરી લીધી હતી. મહિલાએ બૂમાબૂમ કરી હતી. યુવક મહિલાનું મોઢું દબાવી દઈ ઘર પાસે આવેલી અડારીમાં બળજબરીપૂર્વક ખેંચી લઈ ગયો અને ધમકી આપીને મરજી વિરુદ્ધનું કામ કર્યું હતું. એ વખતે મહિલાની દેરાણી આવી જતાં યુવક વિજય ભાગી છૂટયો હતો.

Advertisement

દેરાણીએ પીડિત મહિલાના પતિ અને તેના પતિ બંનેને બોલાવી જાણ કરી હતી. અગાઉ પણ ચારેક વખત વિજયે આવું કૃત્ય કર્યું હતું, પણ કુટુંબી યુવક અને સમાજમાં ઈજ્જતને લીધે સમાધાન કર્યું હતું. ત્રણેક દિવસ અગાઉ બનેલા બનાવને લઇને આ વખતે સમાધાન ન થતાં છેવટે પીડિત મહિલાએ બોડેલી પોલીસ મથકે જઈને બળાત્કારની ફરિયાદ નોંધાવતાં આરોપી યુવકની અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુર પાવી જિ.છોટાઉદેપુર.


Share

Related posts

ભરૂચ : એસ.પી ડો.લીના પાટીલનો બુટલેગરો સામે સતત સપાટો, વેસદડા ગામની સીમના ખેતરમાં સંતાડેલ લાખોની કિંમતનો વિદેશી શરાબ ઝડપાયો.

ProudOfGujarat

ઉમરપાડા : રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા તરફથી વાડી ગામે એક હજાર અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરુચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં ગામોનાં મંદિરોમાં વૃદ્ધોને વિશ્વાસમાં લઈ સોના ચાંદીના દાગીના પડાવી ફરાર થઈ ગયેલા ગઠિયાને હાંસોટમાંથી એલ.સી.બી. પોલીસે ઝડપી લઈ ગુનાઓ ઉકેલી નાંખવાનો આશાવાદ વ્યક્ત કર્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!