Proud of Gujarat
FeaturedGujarat

બોડેલીમાં મંદબુદ્ધિની બાળાઓએ પણ ગૌરીવ્રતની ઉજવણી કરી.વાત્સ્લય સંસ્થા દ્વારા ગૌરીવ્રત નિમિતે મેંહદી હરીફાઈ યોજાય…

Share

દિનેશભાઇ અડવાણી

કુમારિકાઓ મનભાવન ભાવિના ભરથાર માટે ગૌરીવ્રત કરતી હોય છે ત્યારે બોડેલીમાં મંદબુદ્ધિની બાળાઓએ પણ ગૌરીવ્રતની ઉજવણી કરી હતી.આ પ્રસંગે બાળાઓએ મેંહદી સ્પર્ધામાં ભાગ લીધો હતો.વાત્સલ્ય સંસ્થાએ ગૌરીવ્રત નિમિતે મેંહદી સ્પર્ધાનું આયોજન કર્યું હતું.જેમાં વિજેતાઓને તેમજ ભાગ લીધેલ તમામને ઇનામો અપાયા હતા.બોડેલી પંથકમાં ઠેર-ઠેર ગૌરીવ્રત નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબ મોટી સંખ્યામાં બાળાઓએ ભાગ લીધો હતો અને ઉલ્લાસ અને ઉમંગ ભેર વાતાવરણમાં ગૌરીવ્રત ની ઉજવણી કરી હતી.વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તે સાથે-સાથે બાળાઓને હરવા-ફરવાના સ્થાનકો પર કોઈ તકલીફ ના પડે તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે ચુસ્ત બંબોબસ્ત ગોઠવી દેવાયો હતો.

Advertisement


Share

Related posts

નડિયાદની જે એન્ડ જે કૉલેજ ઑફ સાયન્સ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી : વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કલેકટરએ પત્રકાર પરિષદ યોજી નર્મદા નદીનાં પૂર અંગેની માહિતી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!