છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના અલીખેરવા એસ.ટી ડેપો સામેના વિસ્તારમા આવેલી અલીપુરા પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક શાળામા જ રંગરેલિયા મનાવતો ઝડપાયો. શિક્ષણ જગતને લાંછણ લગાડતો બનાવ છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના એક ગામમાં બનવા પામ્યો છે. અહીં એક શિક્ષક પ્રાથમિક શાળામાં જ રંગરેલિયા મનાવતો પકડાયો હતો .હાલ તો પોલીસે શિક્ષક અને યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. બનાવની વિગત જોઈએ તો બોડેલી તાલુકાના અલીપુરા પ્રાથમિક શાળાનો શિક્ષક અમરત બામણિયા એક યુવતી સાથે સ્કૂલમાં જ રંગરેલિયા મનાવી રહ્યો હતો. આ સ્કૂલ રહેણાંક વિસ્તારમાં આવેલી છે. આ અંગે ગામના લોકોને માહિતી મળતા લોકોએ મોડી રાત્રે શાળા ખાતે હલ્લાબોલ કર્યો હતો.કહેવાય છે કે ગામ લોકોએ જ્યારે શિક્ષકને રંગેહાથ પકડયો ત્યારે તેણે જણાવ્યું હતું કે હું પ્રથમ વખત જ અહીં આવ્યો છે. મેં જે કર્યું છે તે યોગ્ય નથી. ગામ લોકોને માહિતી મળી હતી કે શિક્ષક કોઈ યુવતીને લઈને સ્કૂલમાં આવ્યો છે. જે બાદમાં શિક્ષક યુવતી સાથે સ્કૂલમાં હતો ત્યારે જ ગામના લોકોએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શિક્ષક અને યુવતીને પોતાની સાથે લઈ ગઈ હતી.શિક્ષક શાળાના જે વર્ગખંડમાં રંગરેલિયા મનાવતા ઝડપાયો હતો તેમાં ઉપર “વાણીમાં વિનય રાખો”, “માતાની મમતા અને પિતાનો પ્યાર આપો એ જ શિક્ષણ”, “ધ્યેય વિનાના જીવનનો કશો અર્થ નથી” જેવા સુવિચારો લખ્યા હતા. શિક્ષકે જણાવ્યું હતું કે, અમે પ્રથમવાર જ સ્કૂલમાં રોકાયા હતા. થાકી ગયા હોવાથી સ્કૂલમાં રોકાઈ ગયા હતા. યુવતી અંગે પૂછવામાં આવતા શિક્ષકો જણાવ્યું હતું કે, તે મારી પત્ની છે. ગામ લોકોએ શિક્ષકને બંધ કરીને પોલીસને બોલાવી હતી. સ્કૂલમાંથી શિક્ષક સાથે ઝડપાયેલી યુવતીએ પોતે શિક્ષકની પત્ની હોવાનો દાવો કર્યો હતો. શંકાઓ અને આક્ષેપો સાથ અલીપુરા વિસ્તાર મા આવેલી પ્રાથમિક શાળામા રંગરેલીયા મનાવતો શિક્ષક ઝડપાતા શિક્ષણ જગતમા ચર્ચાનો વિષય બની ગયો છે.
બોડેલીના અલીખેરવા પ્રાથમિક શાળાનો શિક્ષક શાળામાં જ રંગરેલિયા મનાવતો ઝડપાયો શંકા કુશંકાઓ વચ્ચે બંને ને પોલીસને સોંપાયા.
Advertisement