(કિશન સોલંકી)ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિ.ડ્રાઇવ અન્વએ બહારથી લવાતો પરપ્રાંત ઇંગ્લીશ દારૂના જથ્થાની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.
આજરોજ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો પ્રોહી.ડ્રાઇવ અન્વએ રાત્રી દરમ્યાન પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે, રામમંત્ર મંદીર તરફથી સંસ્કાર મંડળ બાજુ એક સફેદ કલરની ક્રેટા રજી.નં- GJ-06-BD-6995 માં અજય ઉર્ફે અજુ ભુપતભાઇ લાઠીયા રહે.ઘોઘા જકાતનાકા ભાવનગર વાળો ગાડી ચલાવી તેની સાથે હરદીપસિંહ ઉર્ફે હરૂ મહિપતસિંહ ગોહિલ રહે.શિવાજી સર્કલ પેટ્રોલ પંપની પાછળ મફતનગર ભાવનગર વાળા પરપ્રાતિય ઇગ્લીશ દારૂ ભરીને આવે છે. અને તે અશ્વીનભાઇ આણંદભાઇ બારૈયા રહે. ભોળાનાથ સો.સા. મંત્રેશની પાછળ ભાવનગરવાળાને દેવા જાય છે.
જે બાતમી આધારે મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ પાસે રોડ ઉપર વોચમાં હતા દરમ્યાન બાતમી વાળી કાર નિકળતા જે પોલીસને જોઇને ભાગેલ અને મહાલક્ષ્મી ડાઇનિંગ હોલની સામે આવેલ પ્લોટમાં જતી રહેલ જેમાથી અજય ઉર્ફે અજુ ભુપતભાઇ લાઠીયા તથા હરદીપસિંહ ઉર્ફે હરૂ મહિપતસિંહ ગોહિલ રહે. બન્ને ભાવનગર વાળા કાર મુકી મુકી ભાગી ગયેલ અને તેના તે કારની
પાછળની સીટમાં તથા ડીકીમાં અગલ અલગ બ્રાન્ડનો ઇગ્લીશ દારૂ છુટક ગોઠવેલો જોવમાં આવેલ જે જોતા પાર્ટિ સ્પેશ્યલ ડીલક્સ વ્હીસ્કિ ૭૫૦ એમ.એલ લખેલ કંપની શીલ પેક કાચની બોટલ નંગ-૪૦૮ કુલ કિ.રૂ.૧,૨૨,૪૦૦/- તથા બ્લ્યુ ડ્રાઇ જીન પ્રિમીયમ એન.વી.ગૃપ ૭૫૦ એમ.એલ લખેલ કાચની બોટલ નંગ- કુલ કિ.રૂ.૨૮,૮૦૦/- મળી કુલ બોટોદ નંગ- ૫૦૪ કિ.રૂ.૧,૫૧,૨૦૦/- તથા સફેદ કલરની ક્રેટા GJ-06-BD-69 ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૫૧,૨૦૦/- મુદામાલ કબ્જે કરેલ છે. અને આ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ નિલમબાગ પો.સ્ટે.માં પ્રોહિ એકટ મુજબ ગુન્હો રજી. કરાવેલ છે.
આમ કુલ રૂ.૧૧,૫૧,૨૦૦/-નાં ઇંગ્લીશ દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં ભાવનગર,એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા,પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં પો.હેડ કોન્સ પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ ઝાલા,ભહિપાલસિંહ ચુડાસમા, પો.કોન્સ.ચંદ્રસિંહ,અજયસિંહ વાઘેલા,શક્તિસિંહ ગોહિલ,જયદીપસિંહ ગોહિલ, મીનાઝભાઇ ગોરી વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.