Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભુજમાં ધો.10 ના વિદ્યાર્થીનું ધાર્યું પરિણામ ન આવતાં ફાંસો ખાઇ આપઘાત

Share

દસમાં ધોરણનું પરિણામ જાહેર થતાં ઘાર્યા ટકા ન આવતાં ભુજના જુની રાવલવાડીમાં રહેતા છાત્રએ પોતાના ઘરના ઉપરના રૂમમાં પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો. એકના એક પુત્રના મોતાથી માતા-પિતા અને સગા સંબંધીઓમાં આક્રંદ સાથે શોકનો માહોલ છવાઇ ગયો હતો. ભુજના જુની રાવલવાડી વિસ્તારમાં રહેતા હષતકુમાર દિનેશભાઇ મહેશ્વરી (ઉ.વ.૧૭) નામના દસમાં ધોરણના વિદ્યાર્થીએ પોતાના ઘરમાં સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં પંખા પર દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, આજે દસ ધોરણનું પરિણામ જાહેર થવાનું હોઇ સવારે હતભાગી હષત પોતાના ઘરના ઉપરના રૂમમાં ઓનલાઇ પરિણામ ચેક કરતો હોઇ જેમાં તેને ૪૯ ટકા આવ્યા હોઇ ધાર્યા મુજબ ટકા ન આવતાં તે નાસીપાસ થઇ ગયો હતો. જેને કારણે મન પર લાગી આવતાં પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ તેમના પરિવારજનોને થતાં તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસનીશે પીએસઆઇ જાડેજાએ જણાયું હતું કે, મૃતક હષત તેમના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેણે ઘાર્યું પરિણામ ન આવવાના કારણે આત્માઘાતી પગલું ભરી લીધું હતું.

Advertisement

Share

Related posts

ગોધરા : નદીસર પેટા ચુંટણી માટે ફોર્મ ચકાસણી મામલતદાર દ્વારા કરવામાં આવી.

ProudOfGujarat

રાજ્યમાં યોજાયેલ ત્રિદિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ૩૦ હજાર જેટલી શાળાઓને આવરી લેવાઇ.

ProudOfGujarat

પાલેજ માં ત્રણ દુકાનો નાં સટલ નાં તાળા તોડી તસ્કરો એ તરખાટ મચાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!