Proud of Gujarat
GujaratFeaturedINDIA

જમીનના ખોટા દસ્તાવેજો બનાવવાનાં ગુનામાં ત્રાપજ ગામનો શખ્સ ઝડપાયો

Share

કિશન સોલંકી (ભાવનગર)

 
તળાજાના ત્રાપજ ગામે રહેતા શખ્સ વિરૂદ્ધ વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવવા છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હોય જે ગુનામાં ફરાર શખ્સને એસ.ઓ.જી ટીમે કાળીયાબીડમાંથી ઝડપી લીધો હતો.
એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ, ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમી આધારે વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૩, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને ભાગતા ફરતા આરોપી ઉમેદજતી ઉર્ફે મુન્નાભાઇ બટુકભાઇ ગૌસ્વામી ઉ.વ. ૨૯ રહે ગામ ત્રાપજ તાલુકો તળાજા  વાળાને કાળીયાબીડ જ્ઞાનમંજરી સ્કુલ પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ  અને વડોદરા શહેર પોલીસને સોપવા તજવીજ કરેલ.

Advertisement

Share

Related posts

ઝઘડીયાની યુપીએલ કંપની દ્વારા પાંચ ગામોની ૬૦ મહિલાઓને વિવિધ રોજગારલક્ષી તાલીમ અપાઈ.

ProudOfGujarat

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર સાથે છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

અંકલેશ્વરના જુના દિવાના વશી ફળીયામાં *લૂંટ વિથ મર્ડરની ઘટના* સામે આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!