Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઘરફોડ ચોરીનો ગુન્હાનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તાનરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાોન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,વડવા ચોરા રૂવાપરી માતાના મંદીર પાસે જાહેર રોડ ઉ૫ર આવતાં પો.કોન્સ શક્તિસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇએ ચોરી કરેલ મુદ્દામાલ વેચવા જાય છે. તે ચોકકસ હકીકત આધારે વોચ ગોઠવી વોચમાં રહેતા વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇ બબ્બર/લંધા ઉવ.૨૫ રહે.અપ્સરા ટોકીઝની પાછળ ભાવનગર વાળો મળી આવતા તેની પાસેની થેલીમાં જોતા તથા અંગજડતી કરતાં સોનાની નાની લગડી તથા ચાંદીની લગડી, હાર વાટકી ચમચી, મોબાઇલ ફોન-૨ તથા ઇમીટેશનની વસ્તુ વિગેરે દાગીનાં મળી કુલ કિ.રૂ.૨૨,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ.જે મુદ્દામાલ Cr.P.C. કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.મજકુરને Cr.P.C. કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.તેની પુછપરછ કરતાં આજથી આશરે સોળ સતર દિવસ પહેલાં ઉપરોકત તમામ દાગીનાં તથા ઇમીટેશનની ચીજ વસ્તુની ચોરી કરી હોવાનું જણાવેલ.

આ ચોરી અંગે નિલમબાગ પો.સ્ટે.માં ફરીયાદ દાખલ થયેલ હોય.આમ,ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે વધુ એક ઇસમને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.આમ વણશોધાયેલ ગુન્હો એલ.સી.બી. ટીમે શોધી કાઢેલ હતો.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રાનાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, સત્યજીતસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી, વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Advertisement

Share

Related posts

રાજ્‍યપાલશ્રીની ઉપસ્‍થિતિમાં તપોવન સંસ્‍કાર કેન્‍દ્ર ભરૂચની રજત જયંતિ મહોત્‍સવની ઉજવણી

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે એરસ્ટ્રીપ શરૂ કરાશે.

ProudOfGujarat

ઓલપાડ તાલુકાનાં ’13 રન એન્ડ રાઇડર ગૃપ’ નાં સભ્યો કોરોના મહામારી સામે બાથ ભીડવા સંકલ્પબદ્ધ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!