કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર જીલ્લાના બાડી પડવા જમીન સંપાદન મામલો અને ઘટના સમગ્ર દેશના ખૂણે- ખૂણા સુધી પોહચી છે એક તરફ સરકાર કે કંપની નમતુ જોખવા તૈયાર નથી તો બીજી તરફ ગ્રામજનો અને ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં જણાઈ છે બાડી પડવા આંદોલન ઘણા સમયથી રાજ્યમાં ચર્ચામાં છે ઘોઘા તાલુકાના ખેડૂતો જમીન સંપાદનને લઇને પાર્ટ 3 ફરી સાત આઠ દિવસ થી ખેડુતો ગ્રામજનો ધરણા પર બેઠાં છે. ઘોઘા તાલુકાના બાડી-પડવા સહિતના 12 ગામની જમીન સરકાર દ્વારા જીપીસીએલની માઈનીંગ માટે સંપાદિત કરવામાં આવી છે. આ જમીન પરત મેળવવા ખેડૂતો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.કોર્ટમાં અપીલ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, રેલીઓ, સ્થળ પર ધરણા સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા. તેમ છતાં કંપની દ્વારા પોલીસનો સહારો લઇ બળપ્રયોગ કરી, લાઠીચાર્જ વરસાવી અને ટીયરગેસ છોડી ગમે તે સંજોગમાં આ જમીન પર કામગીરી શરુ કરી દેવામાં આવી છે. તો ગામ લોકોએ ગુલાબનું ફૂલ આપીને પર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ તેમના બાળકોના શાળામાંથી લીવીંગ લઈને અસહકાર આંદોલન પણ કર્યું.આખરે ફરી ઘોઘા ધરણા પર બેસી ગયા છે