Proud of Gujarat
GujaratFeaturedINDIA

નિલમબાગ પોલીસ સ્ટેશનનાં મારા-મારીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Share

 

 

Advertisement

(કિશન સોલંકી)ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પો.સ્ટે. II ગુ.ર.નં.૩૧૬/૧૭ ઇ.પી.કો. કલમઃ- ૩૨૩, ૫૦૪,૫૦૬ (૨) વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી નિલમબાગ પો.સ્ટે. II ગુ.ર.નં.૩૧૬/૧૭ ઇ.પી.કો. કલમઃ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી તુષાર ઉર્ફે દંતુ કાંતિભાઇ બારૈયા રહે. નિર્મળનગર, હિરાબજારમાં બ્લ્યુ ટ્રેક પેન્ટ તથા સફેદ ટી શર્ટ પહેરી ઉભેલ છે.જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં તુષાર ઉર્ફે દંતુ કાંતિભાઇ બારૈયા ઉ.વ.૩૨ રહે.વડવા, પાનવાડી,લીંમડી ચોક, મેલડીમાંનાં મંદિર પાછળ, ભાવનગર વાળો હાજર મળી આવેલ.તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.
મજકુર ઇસમની પુછપરછ કરતાં પોતાને ઉપરોકત ગુન્હામાં પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ.
આમ,નિલમબાગ પોલીસ સ્ટેશનનાં મારામારીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા  તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, ચંદ્દસિંહ વાળા,મીનાજભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ, ભરતભાઇ જોષી, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.


Share

Related posts

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આજરોજ શિક્ષક સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને નાયબ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

એક્ટર વરુણ ભગતનું પાવર-પેક્ડ કમબેક : ઓપરેશન અને કોવિડ રિકવરી પછી જિમ વર્કઆઉટ વીડિયો દ્વારા ચાહકોને પ્રેરણા આપે છે

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ વોર્ડની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!