Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલ્લભીપુર ઘેલો નદીના પુલ પાસેથી વિદેશી દારૂ તથા બિયર, કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ

Share

કિશન સોલંકી (ભાવનગર)
વલ્લભીપુર ઘેલો નદીના પુલ પાસેથી  વિદેશી દારૂ તથા બિયર, કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ
ભાવનગર શહેર/જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા હેડ કોન્સ. હરેશભાઇ ઉલવાને મળેલ સંયુક્ત બાતમી આધારે વલ્લભીપુર બજરંગ ચોકડી ઘેલો નદીના પુલ પાસેથી વહેલી સવારે સેવરોલેટ બીટ કાર રજી નંબર GJ 04 CA 8085 માંથી આરોપી કુલદીપસિંહ વિજયસિંહ જાડેજા ઉ.વ. ૨૬ રહેવાસી તળાજા, નોકરીયાત સોસાયટી જી. ભાવનગરવાળાને બિયરના ટીન નંગ-૪૫૬ (પેટી-૧૯) કિ.રૂ| ૪૫,૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૧૨ (પેટી-૧) કિ.રૂ| ૬૦૦૦/- તથા કાર તથા મોબાઇલ મળી કુલ રૂપિયા ૨,૦૨,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી સામે પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ની પોલીસ કોન્સ. નીતીનભાઇ કનુભાઇ ખટાણાએ ફરિયાદ આપી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. મજકુર આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત આપેલ હતી કે, પકડાયેલ દારૂનો જથ્થો પોતે રાજસ્થાનથી લાવેલ છે અને પોતાના ઘરે તળાજા લઇ જતો હતો.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ તથા એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા બલવિરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા રાજદીપસિંહ ગોહિલ તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

વડતાલ તળાવમાં ન્હાવા પડેલા ત્રણ વિધાર્થીઓ ડૂબી જવાથી મોત નિપજ્યાં

ProudOfGujarat

રાજપીપળા : ખેડૂત વિરોધી કાયદો રદ કરવા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદન.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાના ડહેલી ગામ નજીક હાઈવા ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા પિતા-પુત્રનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!