Proud of Gujarat
GujaratFeaturedINDIA

અલ્પેશ ઠાકોરના તમામ કાર્યક્રમ અચાનક રદ, ભારે વરસાદને લઈ કેન્સલ..

Share

કિશન સોલંકી (ભાવનગર)
– શુક્રવારે એટલે કે પરમ દિવસે અલ્પેશ ઠાકોર સિહોર ભાવનગર સહિત બોટાદ આવવાના હતા, હવે નહીં આવે..
– ઠાકોર સમાજના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આવતી 20 ના રોજ ભાવનગર ખાતે આવી રહ્યા હતા જેમાં સિહોરની પણ મુલાકાત લઈ તેવી શકયતાઓ જણાઈ રહી હતી પરંતુ ભારે વરસાદના કારણે અચાનક કાર્યક્રમો રદ થયા છે અલ્પેશ ઠાકોરની ભાવનગર જિલ્લાની મુલાકાતને લઈ ઠાકોર સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી આખરી ઓપ અપાઈ રહો હતો અલ્પેશ ઠાકોરની નજીક મનાતા ઠાકોર સમાજના આગેવાન દિનેશ ઠાકોર સહિત સમગ્ર જિલ્લાના ઠાકોર સમાજના આગેવાન અગ્રણીઓ દ્વારા સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મિટિંગો બેઠકો શરૂ કરું દેવાઈ છે પરંતુ હવે હાલ જે રીતે અહેવાલો મળી રહ્યા છે ઠાકોર સમાજના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તારીખ 20 અને શુક્રવારે ભાવનગર ખાતે ઉપસ્થિત પોતાના સમાજ સાથે સર્કિટ હાઉસ ખાતે સંવાદ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રખાયો છે બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાવનગર સાથે સિહોર ખાતે પણ મુલાકાતે આવે તેવો તખ્તો ઘડાઈ ચુક્યો હતો બીજી તરફ બેઠકો પણ શરૂ કરી દેવાઈ હતી પરંતુ હાલ પૂરતું મોકૂફ રખાયો હોવાની વિગતો મળી રહી છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

ગોધરા : લક્ષ્મીનગર સોસાયટી પાસેના કોમન પ્લોટના ખાળકુવામાં પડી જતા આશાસ્પદ બાળકનું મોત, ખાળકુવા બનાવનાર માલિક સામે કાર્યવાહીની માંગ..

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની શિક્ષકોનાં સન્માન સાથે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!