કિશન સોલંકી (ભાવનગર)
મ્હે.પોલીસ અધિક્ષક પી.એલ.માલ માર્ગદર્શન તળે પાલીતાણા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા ની સુચના મુજબ પો.સ્ટે વિસ્તારમા પ્રોહી – જુગારની બદીને નેસ્ત નાબુદ કરવાની સુચના આધારે આજરોજ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન psi બાર ને બાતમી રાહે હકિકત મળેલ કે ભાદાવાવ ગામના સ્મશાન પાસે બાવળની કાટમા અમુક ઇસમો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે તે બાતમી આધારે પંચો સાથે રેઇડ કરતા સાત ઇસમો જુગાર રમતા મળી આવેલ જેના નામ
(૧) વિજયદાસ શામળદાસ હરીયાણી રહે ભાદાવાવ તા પાલીતાણા
(૨) યોગેશભાઈ ચોથાભાઇ ગોહીલ રહે ભાદાવાવ તા. તાપાલીતાણા
(૩) હરીભાઇ રાઘવભાઇ મકવાણા રહે ભાદાવાવ તા પાલીતાણા
(૪) અભેસંગ નાનુભાઈ ભંડારી રહે હવા મહેલ પાલીતાણા
(૫) રમેશભાઈ વેલજીભાઇ વાઘેલા રહે ભાદાવાવ તા. પાલીતાણા
(૬) દિનેશભાઇ કુરજીભાઇ વાઘેલા રહે ભાદાવાવ તા પાલીતાણા
(૭) નિલેષભાઈ જીવરાજભાઈ સોલંકી રહે હવા મહેલ પાલીતાણાવાળાઓ
પૈસા પાના વતી જાહેરમા જુગાર રમતા મળી આવતા રોકડ રૂા.૧૨,૨૧૦/- તથા મોબાઈલ નંગ-૭ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા ૨ મોટર સાઇકલ જેની કિંમત રૂ. ૨૫,૦૦૦/- ગણી કુલ મુદામાલ રૂ. ૫૭,૨૧૦/-સાથે પકડાય જતા તમામ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવારી કરેલ છે.
આ સમગ્ર કામગીરીમા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ જોડાયેલ હતા.