Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાહુલ ગાંધીના ભાવનગર જિલ્લાના પ્રવાસને લઈ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સ્થળ તપાસ માટે પોહચ્યા..

Share

કિશન સોલંકી ( ભાવનગર  )
– ઘોઘા તાલુકો,અલંગ, અને મેથાળા સહિત સ્થળો પર આગેવાન કાર્યકરો સાથે પોહચ્યા અમિત ચાવડા, રાહુલના પ્રવાસને લઈ સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ..
–  લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે બન્ને મોટા પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ખાસ કરીને ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ જામ્યો છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રવાસ ને લઈ ખાસ કરીને ભાવનગર જિલ્લાની મુલાકાત ને લઈ કોંગ્રેસના દિગગજ નેતાઓએ બેઠકોનો દોર શરૂ કર્યો છે આજે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ભાવનગર ખાતે દોડી આવ્યા હતા અને આગેવાન કાર્યકરો નેતાઓ યુવા નેતાઓની હાજરીમાં રાહુલ ગાંધીના પ્રવાસના કેટલાક સ્થળ તપાસ કર્યા હતા ઘોઘા તાલુકો, અલંગ, મેથાળા સહિત સ્થળો પર રૂબરૂ મુલાકાત લીધી હતી આવતી તારીખ 16 – 17 રાહુલ ગાંધી જિલ્લાના પ્રવાસે છે બે દિવસ દરમિયાન ખેડૂતો કામદારો સાથે મિટિંગોનું પણ આયોજન કરાયું છે જ્યારે ખેડૂતોએ જાત મહેનતે બાંધેલ મેથાળ બંધારાની મુલાકાતનો તખ્તો ગોઠવાઈ ચુક્યો છે ત્યાં પણ ખેડૂતો સાથે સવાંદ કરશે અલંગ શિપયાર્ડ ની મુલાકાતની સાથે બગદાણા અને પ્રખ્યાત કથાકાર પૂજનીય મોરારીબાપુ સાથે મુલાકાતની શક્યતાઓ નકારી શકાતી નથી રાહુલ ગાંધીના પ્રવાસને લઈ કોંગ્રેસના દિગગજ નેતાઓ હવે ભાવનગર જિલ્લામાં જોવા મળી રહ્યા છે બેઠકો અને આયોજનો માટેનો ધમધમાટ શરૂ થયો છે આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખુદ કાર્યકરો આગેવાનો સાથે કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી…

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકામાં હવામાનમાં અચાનક પલ્ટો થતાં કમોસમી વરસાદના છાંટા પડયા

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પીએમ મોદીનું વિરોધ સાથે સ્વાગત:કેવડિયાના ગોરા ગામના પુલ પર મોદીનું ફાંસો ખાતું પૂતળું લટકાવ્યું.

ProudOfGujarat

ઢુંઢર દુષ્કર્મ કેસઃ પરપ્રાંતિય પરિવારોની અમદાવાદમાં કેન્ડલ માર્ચ,’અમારી દીકરીને ન્યાય આપો’ના પોસ્ટર લાગ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!