ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી એલ માલ સાહેબ તેમજ પાલીતાણા ડિવીઝનનાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર ડી જાડેજા સાહેબ સુચના કે આગામી અષાઢી બીજનાં દિવસે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસાર સતત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં W.PSI.એસ.પી.અગ્રાવત તથા ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં
પો.કો.શકિતસિંહ સરવૈયા તથા
પો.કો.કમલગીરી ગૌસ્વામી તથા
પો.કો.વિજયભાઇ એમ તથા.
પો.કો.ગીરીરાજસિંહ સરવૈયા તથા વિ.પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાથેનાં પો.કો.શકિતસિંહ જયવંતસિંહ સરવૈયા ને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે ગારીયાધાર થી મોટા ચારોડીયા જવાનાં સીમ (વાડી) વિસ્તારમાં જવાનાં રસ્તાં પાસે આવેલ સુરેશભાઇ જગજીવનભાઇ જીવાણીની વાડીનાં વડલા નીચે ખુલ્લી જગ્યામાં બેસી અમુક ઈસમો ગોળકુંડાળુ વળી જાહેરમાં પૈસા પાના વતી તીનપત્તી હારજીતનો જુગાર રમી રમાડતાં હોય તેવી હકિકત મળતાં તુરંતજ સદરહુ હકિકત વાળી જગ્યાએ જઇ બે રાહદારી પંચોનાં માણસો બોલાવી સદરહુ બાતમી હકિકત મુજબની સમજ કરી પંચો રૂબરૂ જુગાર અંગે રેડ કરતા નીચે લખેલ નામ ના ઇસમોને ઝડપી પાડવામાં આવેલ…
(1) દિનેશભાઇ જેન્તીભાઇ ધેલાણી/બારોટ રહે ગારીયાધાર…
(2) ભુપતભાઈ ભીમાભાઇ રાઠોડ રહે ગારીયાધાર..
(3) દિનેશભાઇ લાખાભાઇ સોલંકી રહે ગારીયાધાર…
(4) જગદીશભાઇ ભરતભાઇ ઢોકેચા રહે વીરડી ગામ…તા. ગારીયાધાર…
(5) અશરફભાઇ કાસમભાઈ ચૌહાણ રહે ગારીયાધાર…
(6) ગોંવિદભાઇ બાલાભાઈ પડચારીયા રહે ગારીયાધાર…
(7) વિજયભાઇ ઉર્ફે ભોગળ ભોળાભાઇ ટોટા રહે ભરવાડ શેરી ગારીયાધાર વાળો નાસી ગયેલ…..
તમામ રહે ગારીયાધાર વાળાઓને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પટ્ટમાંથી ગંજીપતાનો કેટ નંગ એક તેની કિંમત રૂ ૦૦/૦૦ તથા પટ્ટમાંથી રોકડા રૂપિયા ૩૩,૪૨૦/- તથા મો.ફોન નંગ ૦૬ જેની કિંમત રૂપિયા ૧૩,૭૦૦/-તથા ત્રણ મો.સા જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- કુલ ટોટલ કિંમત રૂપિયા ૮૭,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.કો.શકિતસિંહ સરવૈયા એ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ એક નાસી ગયેલ ઇસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે…..
આ સમગ્ર કામગીરીમાં ભાવનગર ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં વુમન PSI એસ પી અગ્રાવત તથા
પો.કો.શકિતસિંહ સરવૈયા તથા
પો.કો.કમલગીરી ગૌસ્વામી તથા
પો.કો.વિજયભાઇ એમ તથા
પો કો ગીરીરાજસિંહ સરવૈયા તથા અન્ય પોલીસ સ્ટાફનાં માણસો એ જુગાર રમતાં ખેલૈયાઓને પકડી પાડવામાં સફળતા મળેલ છે….._