Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

બે દિવસ પુર્વે ઘોઘાગેટ પાસેથી ચોરી થયેલ એક્સેસ સ્કુટર ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને સ્કુટર સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

Share

બે દિવસ પુર્વે ઘોઘાગેટ પાસેથી ચોરી થયેલ એક્સેસ સ્કુટર ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને સ્કુટર સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

(કિશન સોલંકી)     ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રીએ શહેર તથા જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓના ભેદ શોધી કાઢવા આપેલ સુચના અનુંસંધાને ભાવનગર નેત્ર પ્રોજેક્ટની મદદથી  આજરોજ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા વિશ્ર્વજીતસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે મયુર અરૂણભાઇ સોલંકી/કોળી ઉ.વ. ૧૯ રહેવાસી ગોહિલનગર, ખોડીયાર પોટ્રીની પાસે ઘાંઘળીરોડ, શિહોર જી. ભાવનગરવાળાને શંકાસ્પદ અને કાગળ વિનાના એક સફેદ કલરના નંબર વિનાના એક્સેસ સ્કુટર કિ.રૂ| ૩૫,૦૦૦/- સાથે  ઝડપી પાડેલ હતો કબ્જે કરેલ સ્કુટરના એન્જીન ચેચીસ નંબર આધારે નેત્ર સોફ્ટવેરની મદદથી ખરાઇ કરતા એકસેસ સ્કુટરનો રજી. નંબર GJ 04 CK 0725 નો હોવાનું જણાઇ આવેલ મજ્કુર ઇસમને સ્કુટર બાબતે પુછતા તેને સ્કુટર બે દિવસ પુર્વે ઘોઘાગેટ બીઝનેસ સેન્ટર પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી અને આ બાબતે ખરાઇ કરતા ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે વાહન ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ છે. મજકુર આરોપી વિરૂધ્ધ કાર્યવાહી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.આમ એસ.ઓ.જી. પોલીસે બે દિવસ પુર્વે ઘોઘાગેટ પાસેથી થયેલ વાહન ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી ચોરી થયેલ વાહન સાથે આરોપીને ઝડપી પાડેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા વિશ્ર્વજીતસિંહ ઝાલા તથા હરેશભાઇ ઉલવા તથા ખાસ નેત્ર કમાન એન્ડ કંટ્રોલ રૂમનો ટેકનીકલ સ્ટાફ જોડાયો હતો જોડાયો હતો.

Advertisement

Share

Related posts

કેવડીયાની આજુબાજુનાં ગામડામાં કોઇનાં ઘર નિગમ દ્વારા ખાલી કરાવાયા નથી માત્ર નિગમની માલિકીની ખુલ્લી જમીન પર ફેન્સીંગ કરાયુ છે.

ProudOfGujarat

ભરૂચ : હાંસોટ પોલીસે નામદાર બીજા. એડી. ચીફ જ્યુડી. મેજી. કોર્ટનાં કેસના સજા કરેલ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ટાઉન રેલ્વે ફાટક પાસે આવેલ અજમેરી નગરીમાંથી જુગાર રમતાં 12 જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!