કિશન સોલંકી (ભાવનગર)
આગામી લોકસભામાં મોટી જીતની આશા સાથે કોંગ્રેસ હાઇકમાન્ડ એ કમર કસી લીધી છે ત્યારે જિલ્લાની ટીમોમાં મોટા ફેરફારો શરૂ કરી દીધા છે સાથે અમિત ચાવડા અને પરેશ ધાનાણી ની નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં ટીમો એક્ટિવ કરી દેવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં આજે નવા પ્રમુખ નો પદગ્રહણ સમારોહ સરકીટ હાઉસ ખાતે કાર્યકર આગેવાનોની હાજરીમાં રાખવામાં આવ્યો હતો. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ એ સ્વામિનારાયણ મંદિરે આશીર્વાદ લઈને સરકીટ હાઉસ ખાતે પ્રદેશને જીલ્લાના આગેવાનો ની ઉપસ્થિતિ માં પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું અને લોકસભાની ચૂંટણી જીતવા હુંકાર કર્યો હતો અને 2019 ની ચૂંટણી માટે સંગઠન મજબૂત બનાવવા તાલુકે-તાલુકે પ્રવાસ કરીને વધુ લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાશે.
Advertisement