કિશન સોલંકી (ભાવનગર)
આગામી દિવસમાં શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય જેમાં કોઇ અછન્ય બનાવ ન બને તે માટે ભાવનગર શહેર તથા જીલ્લામાં શરીર સબંધી તથા મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા પોલીસ હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલને મળેલ બાતમી આધારે ભાવનગર, ભીલવાડા સર્કલ પાસેથી આરોપી સતીષભાઇ ધનશ્યામભાઇ વાજા ઉ.વ.૨૫ રહેવાસી ઘોઘા રોડ ચકુતલાવડીની સામે પ્લોટનં. ૪૮ ખારશી ભાવનગર વાળાને હોન્ડા કંપનીનું ડ્રીમ નીયો ૧૧૦ રજી. નંબર GJ-04-BQ-8954 કિ.રૂ| ૧૫,૦૦૦/- સાથે ઝડપી પાડેલ અને મોટર સાયકલ બાબતે મજકુર આરોપીને પુછતા મોટર સાયકલ પોતે આજથી આશરે ત્રણેક માસ પહેલા કરચલીયાપરા ડંકીવાળા ચોકમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. જેથી મો.સા. બાબતે ખરાઇ કરતા ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે મો.સા. ચોરીનો ગુન્હો દાખલ થયેલ છે. મજકુર વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જગદીશભાઇ મારૂ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા જોડાયા હતા.