Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચોરીનાં ગુન્હાનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Share

(કિશન સોલંકી )ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,દિવાનપરા રોડ, ગજ્જર ના ચોક પાસે આવતાં પો.કોન્સ. શક્તિસિંહ ગોહિલ તથા જયદિપસિંહ ગોહિલને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે,ગોપાલ ઉર્ફે ચરખી પ્રવિણભાઇ યાદવ રહે. કરચલીયા પરા,બજરંગ અખાડા પાછળ, ભાવનગર વાળો ચોરાઉ શકપડતી પોપટી કલરની સાઇકલ તથા શકપડતો મોબાઇલ ફોન સાથે મામાકોઠા રોડ પાસે અંબિકા કન્યાશાળા સામે ઉભેલ છે. જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં ગોપાલ ઉર્ફે ચરખી પ્રવિણભાઇ યાદવ ઉ.વ.૨૨ રહે.કરચલીયા પરા, બજરંગ અખાડા પાછળ, ભાવનગરવાળો મળી આવેલ.તેની પાસેથી હરક્યુલસ ES ફ્રેમ નં. BXP15814 ની સાઇકલ તથા સિલ્વર કલરનો રેડમી ડાર્ક ગ્રે મોબાઇલ નંગ-૧ મળી આવેલ.જે અંગે તેની પાસે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ. જેથી મોબાઇલ કિ.રૂ.૩,૦૦૦/- તથા સાઇકલ-૧ કિ.રૂ.૫,૫૦૦/- મળી કુલ રૂ.૮,૫૦૦/-નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી Cr.P.C. કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ. મજકુરને Cr.P.C. કલમઃ- ૪૧(૧) ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
મજકુર ઇસમની પુછપરછ કરતાં આજથી આશરે પોણા બે માસ પહેલા બાર્ટન લાઇબ્રેરી પાછળ, માજીરાજ સ્કુલમાંથી પર્સની ચોરી કરેલ તે ચોરીમાં ઉપરોકત મોબાઇલ મળેલ હોવાનું જણાવેલ.જે અંગે ગંગાજળીયા પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ હોય.જેથી તેને ગંગાજળીયા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ.
આમ,ઘરફોડ ચોરીનાં ગુન્હામાં ગયેલ મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લઇ ચોરી નો ગુન્હો શોધી કાઢવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી. જાડેજા પો.સબ ઇન્સ.ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ,રાકેશભાઇ ગોહેલ, ભયપાલસિંહ ચુડાસમા, ચંદ્રસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા, મીનાજભાઇ ગોરી, ઇમ્તીયાઝભાઇ પઠાણ, શક્તિસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ  વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક કાર્યાલયમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર લોકરક્ષક ને કોર્ટમાં રજૂ કરાયો

ProudOfGujarat

ભરૂચ : સરકારી કર્મચારી ખેડૂત પાસેથી રૂ. 10,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો.

ProudOfGujarat

રાજપીપળા : ભાણદ્રા ચોકડી પાસે જુગાર રમતા પાંચ જુગરિયાઓને ૧.૬૧ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ગરૂડેશ્વર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!