વલભીપુર તાલુકાના માલપરા ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પૂર્વેબાતમીના આધાર વલભીપુર પીએસઆઈ ટી.એસ.રીઝવી સહિતનાએ છાપો મારી બાવનપત્તાની બાજી માંડીને બેઠેલાં પાંચ બાજીગરને દબોચી લઈ હવાલાતમાં બંધ કરી દીધાં હતા. આ અંગે પોલીસે તમામ આરોપી વિરૃધ્ધ જુગારધારા હેઠળ ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ વલભીપુર નજીકના માલપરા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હકીકતના આધારે આજે રવિવારે વલભીપુર પોલીસમથકના પીએસઆઈ ટી.એસ.રીઝવી, પીએસઆઈ આર.એચ.બાર તથા એએસઆઈ એ.ડી.પંડયા, પોકો.અમીતભાઈ મકવાણા, રાજવીરસિંહ જાડેજા વગેરેએ બાતમી મુજબના સ્થળે દરોડો પાડી જુગારનો ખેલ માંડીને બેઠેલાં માલપરા ગામના જ જુગારી લાલજી મનજીભાઈ રાણેવાડિયા, વિશ્વરાજસિંહ રણજીતસિંહ ચુડાસમા, મનસુખ વાલજીભાઈ સીતાપરા, અભેસંગભાઈ કહળશંગભાઈ સોલંકી, અશોક મનજીભાઈ રાણેવાડિયાને રંગેહાથ જુગાર રમતાં ઝડપી લઈને કસ્ટડીમાં ધકેલી દીધાં હતા. પોલીસે અંગજડતી કરી રોકડ રૃા.૧૦,૦૩૦ તથા જુગાર રમવાના સાહિત્યને કબજે લઈ તમામ આરોપી વિરૃધ્ધ જુગારધારા મુજબ ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે.