શહેર કુખ્યાત એવા આડોડીયાવાસ વિસ્તારમાં એસઓજી ટીમે બે અલગ-અલગ રેડ કરી ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જયારે બુટલેગરો હંમેશાની જેમ ફરાર થઈ ગયા હતાં.
એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે આડોડીયાવાસમાં રહેતા કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ આડોડીયાના ઘરેથી બિયર ટીન-૨૧ કુલ રૂપિયા ૨૧૦૦/- નો ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ જયારે બીજી રેડમાં એસઓજી સ્ટાફે આડોડીયાવાસમાં રહેતા નવિન મોહનભાઇએ વિદેશી દારૂનો જથ્થો આડોડીયાવાસમાં રહેતી કુનાબેન રમેશભાઇ રહે. આડોડીયાવાસ દે.પુ.વાસ ભાવનગરવાળીના ઘરે છુપાવેલ હોવાની હકિકત આધારે કુનાબેન રમેશભાઇને ત્યા રેઇડ કરતા અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ તથા બિયર ટીન-૯૬ મળી કુલ રૂપિયા ૩૮,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ.આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર, એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. જી.પી.જાની, હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા, પ્રદિપસિંહ ગોહિલ, લગ્ધીરસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, બાવકુદાન કુંચાલા, અતુલભાઇ ચુડાસમા, યોગીનભાઇ ધાંધલ્યા, મહિપાલસિંહ ગોહિલ જોડાયા હતા.