Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જીલ્લામાં યોગ દિવસની ઉજવણી

Share


તન અને મન ને પ્રફુલિત અને  તાજગીપૂર્ણ રાખવા માટે પ્રાચીનકાળથી આપણા ઋષિમુનીઓએ યોગવિદ્યાની અમુલ્ય ભેટ આપી છે. આપણે ગૌરવ લઈ શકીએ છીએ કે સમગ્ર વિશ્વ આજે યોગ પ્રત્યે આકર્ષિત થયું છે અને આજે સમગ્ર વિશ્વમાં યોગદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.૨૧ જુનને વિશ્વ યોગદિવસ જાહેર કરાયા બાદ આજે દેશ અને વિદેશોમાં ચોથા યોગદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં ભાવનગર ખાતે પણ ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી  સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ ઉજવણી કરવામાં આવી હતી.
યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી અમુલ્ય ભેટ છે.તેમાં મન અને શરીર,વિચાર અને ક્રિયા,સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે. યોગ એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દ્રષ્ટિકોણ છે.આપણું સૌભાગ્ય ગણી શકાય કે આજે આખું વિશ્વ યોગ પ્રત્યે આકર્ષિત થયું છે અને આજે ચોથા વિશ્વ યોગદિવસથી ઉજવણીમાં જોડાયું છે. જેના ભાગરૂપે ભાવનગર શહેર અને જીલ્લામાં પણ ૧ લાખથી વધુ લોકો આજે યોગદિવસમાં જોડાયા હતા. વિશ્વ યોગદિવસની ઉજવણીના ભાગરૂપે આજે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બે હજાર લોકો જોડાયા હતા જેમાં મેયર –ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી-કલેકટર-કમિશનર-ડીડીઓ-કુલપતિ-નાયબ કલેકટર -એનસીસી કેડેટ, આર્ટ ઓફ લિવીંગ, સમર્પણ ધ્યાન શિબિર, યુનિ.સ્ટાફ, પ્રજાપિતા બ્રહ્મકુમારી ઇશ્વરિય વિદ્યાલય, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય, પરિવાર, શહેરની પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, કોલેજો, મહાનગરપાલિકા ના કર્મચારીઓ સહિતના અનેક લોકો જોડાયા હતા.આ ઉપરાંત જીલ્લામાં પાલીતાણા,વલ્લભીપુર,મહુવા,અને તળાજા સહિતના તાલુકામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.સવારે ૭ કલાકથી કાર્યક્રમ શરૂઆત થઇ હતી જેમાં સુક્ષ્મક્રિયા, પ્રાણાયામ, ભદ્રાસન-વજ્રાસન-અનુલોમ વિલોમ પ્રાણાયામ સહિતના આસનો કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : ભારે વરસાદનાં પગલે ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થયું.

ProudOfGujarat

સાવિત્રી ફુલેજીની ૧૯૧ મી જન્મજયંતી નિમિત્તે વ્યારા ખાતે ફુલે દંપતીની તસવીરનું અનાવરણ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયાના પાણેથા નર્મદા કાંઠે ગરમીમાં રાહત મેળવવા સ્નાન કરવા માનવ મહેરામણ ઉમટ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!