Proud of Gujarat
GujaratFeaturedINDIA

સિહોરના રાજકોટ રોડ ભગવતી નગર નાકે દુકાન માંથી ચોરી કરનાર કિશન લોક-અપના સળિયા પાછળ ધકેલાયો..

Share

સિહોરના રાજકોટ રોડ ભગવતી નગર નાકે દુકાન માંથી ચોરી કરનાર કિશન લોક-અપના સળિયા પાછળ ધકેલાયો..

– પીએસઆઇ સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન શકના આધારે કિશન ઝડપાયો..અને તપાસ બાદ ચોરીની કબૂલાત કરી..
– સિહોર અને પંથકમાં ચોરીના બનાવો રોજબરોજ બને છે અને ચોરીની ઘટનાઓ પોલીસ સામે પણ એક મોટો પડકાર બની ચુકી છે ગઈકાલે સિહોર પોલીસના અધિકારી સોલંકી સહિત હરેશભાઈ સત્તારભાઈ મહેશભાઈ પદુભાઈ ભડલી જયતુંભાઈ તમામ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર મેપાનગર વિસ્તારમાં રહેતો કિશન પરસોતમભાઈ મકવાણાને શંકાના આધારે ઝડપીને આગવી-ઢબ્બે પૂછપરછ કરતા પોતે રાજકોટ રોડ પર આવેલ ભગવતી-નગરના નાકા પાસેની દુકાન માંથી ચીજવસ્તુની ચોરી કર્યાની કબૂલાત કરતા ચોરીની ઘટનાના પડકાર સામે પોલીસને એક સફળતા હાથ લાગી છે જેમની વધુ તપાસ કરતા દુકાન માંથી ચોરી કરેલ મુદ્દામાલની સાથે ચોરી કરવા માટે વપરાયેલા ગ્રાઈન્ડર મશીન છીણી ઇલેક્ટ્રિક વાયર હથોડી વગેરે કબ્જે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે કહી શકાઈ ને રોજબરોજ ચોરીની ઘટના અને પડકાર સામે પોલીસને એક સફળતા હાથ લાગી છે વધુ તપાસના અનેક ના પગતળે રેલા આવે તેવી શક્યતા જણાઈ રહી છે પોલીસ પણ આજ દિશામાં વધુ તપાસ કરી રહી છે અને અગાઉ થયેલી કેટલીક ચોરીનો પર્દાફાશ થઈ શકે છે…

Advertisement

Share

Related posts

ભરૂચની રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ : આગ લાગવાનું કારણ અકબંધ..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગણેશોત્સવ અંગે ગણેશ મંડળો સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલિસ વડા.

ProudOfGujarat

મેઘરાજાના મેળા અને છડીએ આકર્ષણ જમાવ્યું-ભરૂચમાં 145 કિલોની છડીને 5 કલાક ઝુલાવી-આજે બે છડીઓનું મિલન : મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!