Proud of Gujarat
GujaratFeaturedINDIA

બુધેલ ચોકડી નજીક ટ્રક ચાલક ને મરણતોલ અસંખ્ય છરી ના તથા ડીસમીસ ના ઘા મારી ગંભીરઇજા કરી લુટ ચલાવનાર ગીરગઢડા પંથક ના બે ઇસમોને ઝડપી ગુનામા વાપરેલ હથીયાર તથા લુટ ના અસલ મુદામાલ સાથે ગણતરી ની કલાક મા ઝડપી અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી વરતેજ પોલીસ.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ગઇ તા,૧૩/૦૬/૨૦૧૮ ના રાત્રી ના દોઢેક વાગ્યા પહેલા કોઇપણ સમયે ટ્રક નંબર જી.જે.૧૧.ઝેડ-૮૧૫૮ ના પરપ્રાતીય ટ્રકચાલક મીરાજઅલી લતીફઅલી શેખ એ પોતાના બિહાર રહેતા સાળા ને ફોન થી કહેલ કે ભાવનગર નજીક બે ઇસમો એ મને છરી ના ઘા મારી દીધેલ છે. અને હુ મરી જઇશ તેમ કહી બેભાન થઇ ગયેલ અને ૧૦૮ ના સ્ટાફ દ્વારા મજકુર ને ભાવનગર સર.ટી.હોસ્પીટલ મા દાખલ કરેલ જે આજદીન સુધી બેભાન હોય ટ્રક ડ્રાયવર ના શેઠ ની ઇ.પી.કો કલમ ૩૦૭,૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબ ફરીયાદ લઇ અજાણ્યા બે ઇસમો વીરૂધ્ધ ગુનો દાખલ કરવામા આવેલ અને અજાણ્યા બંને આરોપી ઓ ને શોધવા તેમજ ગુના શા માટે આચરેલ તે બાબતે પગેરૂ મેળવવા મ્હે.પો.અધિ. શ્રી પી.એલ.માલ સાહેબ તથા નાયબ પો.અધિ.શ્રી એમ.એચ.ઠાકર સાહેબ ના સીધા માર્ગદર્શન મુજબ વરતેજ પો.સ્ટે.પો.સબ.ઇન્સ આર.પી.ચુડાસમા તપાસ ચલાવી રહેલ અને રાયટર પ્રુથ્વીરાજસિહ રાયજાદા તથા મુકેશભાઇ ડોડીયા તથા સર્વેલન્સ સ્કોડ ના એ.એસ.આઇ એન.બી.જાડેજા તથા પો.કોન્સ.રાજેન્દ્રસિહ સરવૈયા તથા વીસ્વરાજસિહ વાધેલા તથા નરેન્દ્રસિહ ગોહીલ તથા પ્રદીપસિહ ગોહીલ તથા હરપાલસિહ રાણા તથા દેવેન્દ્રસિહ જાડેજા તથા પ્રકાશભાઇ ગોલેતર એ રીતેના ટીમ વર્ક થી સદર ગુના નો ભેદ ઉકેલવા અલગ-અલગ  દિશામા બાતમીદારો સાથે સંપર્ક મા હતા દરમિયાન ખાનગી અને વીસ્વાસુ બાતમીદારો થકી આરોપી ના નામ સરનામા મળતા ટકેનીકલ સેલ ની ટીમ (૧) લાખાભાઇ બાબુભાઇ (૨) પ્રજ્ઞેશભાઇ યોગેશભાઇ (૩) રધુભાઇ ગણેશભાઇ ની મદદ લઇ મોબાઇલ લોકેશન ઉપર થી ભાવનગર દીવ બસ માંથી સદર ગુનો આચરનાર (૧) સલીમભાઇ નુરૂભાઇ દલ જાતે મુસ્લીમ(સંધી) ઉવ.૨૮ ધંધો મજુરી રહે,મોટી મૌલી ગામે પ્લોટ વિસ્તાર તા.ગીર ગઢડા જિ.ગીર સોમનાથ.(૨) રીઝવાનભાઇ સુલેમાનભાઇ નાયા જાતે મુસ્લીમ (સંધી) ઉવ.૧૯ રહે,મોટી મૌલી તા.ગીરગઢડા જી.ગીરસોમનાથ. વાળા એ સદર ગુનો આચરેલ હોવાની હકીકત જણાવતા ઉપરોકત બંને આરોપી ને બુધેલ ચોકડી નજીક થી પકડી ગુના મા વાપરેલ હથીયારો તથા લુટમા ગયેલ મુદામાલ રીકવર કરવામા આવેલ ઇ.પી.કો કલમ ૩૯૭ ના ઉમેરાની તજવીજ કરવામા આવેલ આમ ઉપરોકત વિગતે ના ગુના નો ગણત્રી ના કલાક મા વરતેજ પોલીસને ભેદ ઉકેલવામા સફળતા મળેલ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા શેરડી કાપતાં મજૂરોને ભોજન વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા અશ્વ, સ્વાન અને શશ્ત્રોનુ પુંજન કરાયું…

ProudOfGujarat

વલસાડ શહેરમાં રહેતાં પરપ્રાંતિય લોકોના વિસ્‍તારોમાં પોલીસનું પેટ્રોલીંગઃ શાંતિ જાળવી રાખવા અપીલ કોઇને પણ અસલામતિનો અનુભવ થાય તો તુર્ત જ પોલીસને જાણ કરવા સમજાવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!