Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરમાં સફાઈ કામદારોના પડતર પ્રશ્ન હલ નહી થતા કચવાટ

Share

ભાવનગરમાં સફાઈ કામદારોના પડતર પ્રશ્ન હલ નહી થતા કચવાટ ફેલાયો છે. સફાઈ કામદારોને રહેણાંકના માલીકી ધોરણે કવાટર્સ આપવા માંગણી કરી છે. રહેમરાહે વારસાઈ નોકરી, પ્રમોશન, એરીયર્સ સહિતની માંગણીનુ નિરાકરણની આવતા સફાઈ કામદારોમાં નારાજગી ફેલાઈ છે. આ બાબતે મહાપાલિકાના કમિશનરને લેખીત રજુઆત પણ કરાઈ છે.
ભાવનગર મહાપાલિકાના સફાઈ કામદારોના પડતર પ્રશ્ન હલ કરવા માંગણી ઉઠી છે, જેમાં મનપાના કુલ ૧૩ વોર્ડમાં ફરજ બજાવતા તમામ સફાઈ કામદારોને રહેણાંકના માલીકી ધોરણે કવાટર્સ આપવા, તમામ માંગણીઓવાળા વારસદારોને રોજમદારી ધોરણે સફાઈ કામદાર તરીકે નિમણુંક આપવી, મનપામાં જે સફાઈ કામદાર વર્ગ-૩ની લાયકાત ધરાવતા હોય તેને બઢતી આપવી, સફાઈ કામદારોની બાકી નિવૃત્તિના પેન્શન, ગ્રેચ્યુઇટી, હક્ક રજાનુ રોકડ રૂપાંતર વગેરે તમામ લાભો તત્કાલ ચુકવવા, સફાઈ કામદારોને રહેણાંકના સ્થળની નજીકના વોર્ડમાં માંગણી મુજબ ફરજ આપવામાં આવે, સોલીડ વેસ્ટ વિભાગ અને ડ્રેનેજ વિભાગના તમામ સફાઈ કામદારોને સુરક્ષાના તમામ સાધનો પુરા પાડવામાં આવે અને દરેક વોર્ડ ઓફીસ પાસે સફાઈ કામગીરી પુરી થાય, પછી હાથ-પગ ધોવા કે નાહવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

ઉપરાંત અશ્કત કામદારો સ્વૈચ્છિક રાજીનામુ આપે તેના વારસદારોને વારસાઈ નિમણુંક આપવામાં આવે છે, તે યોજના સુરત મહાપાલિકામાં શરૂ છે તેથી ભાવનગર મહાપાલિકામાં લાગુ કરવી, સુપ્રિમ કોર્ટના આદેશ અને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ગટરમાં સફાઈ કામદારોને ઉતારવા નહિં તેમ છતા છાશવારે આવી ઘટના બનતી રહેશે તો આ અંગે જવાબદારી કોની ? આ જવાબદારી વોર્ડ ઈન્સ્પેકટર, કાર્યપાલક ઇજનેર અને કમિશનરની નક્કી કરવી સહિતની માંગણી કરાઈ છે. આ બાબતે ક્રાંતિ સેના સંગઠને તાજેતરમાં મનપાના કમિશનરને રજુઆત કરી છે.

Advertisement

Share

Related posts

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમવાર એરફોર્સના બોઈંગનું લેન્ડિંગ કરાયું

ProudOfGujarat

ભરૂચના કસક વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ ઝડપાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મણીનાગેશ્વર મહાદેવનો શિવરાત્રીનો મેળો ચાલુ વર્ષે બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!