Proud of Gujarat
GujaratFeaturedINDIA

મારૂતિ કાર ફ્રન્ટીમાં પરપ્રાંત દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી. પોલીસ

Share

કિશન સોલંકી (ભાવનગર)
આજ રોજ પોલીસ અધિક્ષક શ્રી. માલ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ. શ્રી. ડી.એમ. મીશ્રા સાહેબ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી. જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના માણસો વહેલી સવારમાં પો.કો. ઇમ્તીયાઝ પઠાણ ને બાતમીરાહે હકિકત મળેલ કે, તખ્તેશ્રવર રોડ નિર્મળ હોસ્પીટલ સામેનો ખાંચો મઢુલી રોડ ,તરીકે ઓળખાય તે ખાચામાં કરીમભાઇ રહીમભાઇ શાહ રહે. નવાપરા ભાવનગર વાળો પાતાના કબ્જાની મારૂતિ ફ્રન્ટી કાર રજી. નંબર- G J 1 HA 2798માં પરપ્રાંત દારૂનો જથ્થો લાવી હેરાફેરી કરવાના છે. જે હકિકત વાળી જગ્યા એથી મારૂતિ કાર G J 1 HA 2798 પડેલ હોય તે કાર માંથી કરીમભાઇ રહીમભાઇ શાહ ઉવ. ૩૨ રહે. નવાપરા ડોસલીનું નહેરૂ મામાની લીમડી પાસે ભાવનગર કબ્જા માંથી પરપ્રંત દારૂનો જથ્થો મળીઆવેલ

(૧) ઓફીસર ચોઇસ બ્લુ પ્યોર ગ્રાઇન વ્હીસ્કી૧૮૦ M L  ભરેલ કંપની શીલપેક કુલ પેટી નંગ- ર૦ કુલ  બોટલ  નંગ-૯૬૦ કુલ કિ.રૂ ૯૬,૦૦૦/-

Advertisement

(૨) રોયલ સ્ટેગ પ્રિમીયમ વ્હીસ્કી ફોર લખેલ ૧૮૦ M L  ભરેલ કંપની શીલપેક કુલ પેટી નંગ- ૦૪  કુલ બોટલ નંગ-૧૯૨ મળી આવેલ કુલ કિ.રૂ ૧૯,૨૦૦/-

(૩)  મારૂતિ ફ્રન્ટી કાર રજી. નંબર- G J 1 HA 279  કિ.રૂ ૭૫,૦૦૦/૦૦

(૪)  નોકીયા કંપનીનો માડલ નં-૧૧૧૦ મોબાઇલ કિ.રૂ.૫૦૦/-

આમ લોકલ ક્રાઇમ બ્રાંચ એ આજરોજ વહેલી સવારના કરીમભાઇ રહીમભાઇ શાહ ઉવ. ૩૨ રહે. નવાપરા ડોસલીનું નહેરૂ મામાની લીમડી પાસે ભાવનગર વાળાને પકડી તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડનો પરપ્રાંત દારૂનો જથ્થો બોટલ નંગ-૧૧૫૨ તથા મારિતી ફ્રન્ટી તથા મોબાઇલ ફોન સહિત કુલ              કિ.રૂ ૧,૯૦,૭૦૦/-નો મુદામાલ પકડી. આ દારૂનો જથ્થો  તેના મિત્ર અલ્તાફ અયુબભાઇ મકવાણા રહે. વરતેજ વાળા આપી ગયેલનું જણાવતા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કારાવેલ છે

આ કામગરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી. ડી.એમ. મીશ્રા સાહેબ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી. જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ.વનરાજસિંહ ચુડાસમા તથા આઇશાબેન બેલીમ તથા હેડ કોન્સ. પ્રદયુમનસિંહ ગોહિલ તથા ભયપાલસિંહ ચુડાસમા તથા રાકેશભાઇ ગોહેલ તથા પો.કોન્સ. ચંદ્રસિંહ વાળા તથા ઇમ્તીયાઝ પઠાણ તથા શકિતસિંહ ગોહિલ તથા વિઠ્ઠલભાઇ બારૈયા આ કામગરીમાં જોડાયેલ


Share

Related posts

પંચમહાલ : ઘોંઘબામાં કવિ જંયત પાઠક સર્કલ બનાવવા માટે AAP ની માંગ, તંત્રને રજૂઆત.

ProudOfGujarat

વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે પંચમહાલ જિલ્લાના જુદા-જુદા ૧૯૦૦ સ્થળોએ પાંચ લાખ નાગરિકો યોગ કરશે.

ProudOfGujarat

ખોવાયેલા 11 મોબાઇલ વિરમગામ રેલ્વે પોલીસે શોધીને માલીકને પરત કર્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!