Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

Share

ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, શહેરના કરચલીયા પરા વિસ્તારમાં આવેલ હેઠાળ ફળી મંદિર બહાર ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વાળી જાહેર જગ્યામાં કેટલાક શખ્સો પૈસા-પાના વડે તિનપત્તિનો હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે સ્થળપર રેડ કરી 5 ઈસમોને અટકમાં લઈ નામ-સરનામાં પુછ્યા હતા.

Advertisement

ઝડપાયેલા શખ્સોમાં આલોક સતીષભાઈ મકવાણા, ગોપાલભાઈ મનજીભાઈ પરમાર, નવદીપ દેવેશભાઈ વાઘેલા, રવી ઉર્ફે ગાંધી મનસુખભાઈ ચુડાસમા તથા આકાશ સુરેશભાઈ સોલંકી રહે.તમામ ભાવનગર વાળાઓને જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 15,570 સાથે ઝડપી લઈ તમામ શખ્સો નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચ : મુનશી વિદ્યાભવન ખાતે એજ્યુકેશન સેમિનાર યોજાયો…

ProudOfGujarat

વાગરા તાલુકાના વિલાયત ગામે એક દિવસીય વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાઈ

ProudOfGujarat

આ સરકારે દેશને રસ્તા પર લાવી દીધો: સુરતમાં સર્વધર્મ સંકલ્પ સંમેલનમાં બોલ્યા અહેમદ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!