Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરના વલ્લભીપુરના રાજસ્થળીમાં જાહેરમાં જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા

Share

ભાવનગરના વલ્લભીપુરના રાજસ્થળી ગામમાં નદી કાંઠે આવેલી વાડી પાસે જાહેરમાં લીમડાના ઝડા નીચે જુગાર રમતા 6 જુગારીઓને ઘોઘા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી લાખોની મતા જપ્ત કરી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ વલ્લભીપુર પોલીસ મથકના જવાનો ગ્રામ્ય વિસ્તારોઓમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે વલ્લભીપુર તાલુકાના રાજસ્થળી ગામમાં નદી કાંઠે આવેલી વાડી પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં કેટલાક શખ્સો પૈસા-પાના વડે તિનપત્તિનો હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે સ્થળ પર રેડ કરી છ ઈસમોને અટકમાં લઈ નામ-સરનામાં પુછ્યા હતા. જેમાં દેવેન્દ્રસિંહ કિશોરસિંહ ગોહિલ ઉં.મ. 28, જગદીશભાઈ ઉર્ફે જગો ઘનશ્યામભાઈ ડાભી ઉ.મ.31, શૈલેષભાઈ નારદપરી ઉર્ફે કાળુભાઈ ગોસાઈ ઉ.મ.35, બળદેવસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ઉ.મ.46, બ્રિજરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ ઉ.મ.37 તથા પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા હકુભા ગોહિલ રે.તમામ ભાવનગર વાળાઓને જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 72,650, 3 મોટરસાઈકલ જેની કી.રૂ.1,10,000 તથા કાર કી.રૂ.2,00,000 તથા 5 મોબાઈલ સહિત કુલ 4,08,650નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને માટે નવું બાંધકામ કયારે થશે ?

ProudOfGujarat

પ્રમુખસ્વામી મહારાજની જયોતયાત્રાનુ નડિયાદ શહેરમાં આગમન

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંધ સંકલન સમિતિ દ્વારા આવશ્યક ચીજવસ્તુની ૧૬૪૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!