ભાવનગરના વરતેજ ગામ પાસે આવેલ નાની ખોડિયાર મંદિર પાસેની સોસાયટીના કોમન પ્લોટમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને વરતેજ પોલીસના સ્ટાફે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, વરતેજ ગામ પાસે આવેલ નાની ખોડિયાર મંદિર પાછળ બનેલી નવી સોસાયટીના કોમન પ્લોટમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેર જગ્યામાં કેટલાક શખ્સો પૈસા-પાના વડે તિનપત્તિનો હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે સ્થળ પર રેડ કરી છ ઈસમોને અટકમાં લીધા હતા.
જે બાદ આ ઈસમોના નામ-સરનામાં પુછ્યા હતા, જેમાં દિપક મનુભાઈ વાળા ઉ.મ.28, કિશોર શાંતિભાઈ ધંધુકિયા ઉ.મ.28, પરેશ અમરભાઈ નારીગરા ઉ.મ.28, ધર્મેન્દ્રભાઈ ભુપતભાઈ રાઠોડ ઉ.મ.40, અનિલગીરી હિંમતગીરી ગોસ્વામી ઉ.મ.41 તથા હસમુખ ભુપતભાઈ સરવૈયા ઉ.મ.27 રહે. તમામ ભાવનગર વાળાઓને જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 14,200 પણ જપ્ત કર્યા હતા. તમામ શખ્સો સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.