રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાઈવે પર અકસ્માતની ઘટના વધુ બની રહી છે. હજુ ગઈકાલે જ વડોદરાની નજીક કોટંબી પાસે રાતના સમયે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 25 લોકો જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમા બાળકો પણ સામેલ છે. અકસ્માતની ઘટના ધોલેરા-ભાવનગર હાઈવે પર બની છે.
આ અકસ્માતની ઘટનાની વધુ વિગત મુજબ ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા અને બાવલિયાળી પાસે એક તુફાન ગાડીનું ટાયર ફાટ્યુ હતું. ગાડીનું ટાયર ફાટતા જ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને અકસ્માત સર્જાયો હતો. આ તુફાનમાં મોટા ભાગના શ્રમિકો જ મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં 20 લોકોને સામાન્ય ઈજા જ્યારે 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તુફાન ગાડીમાં કુલ 10 બાળકો સહિત 32 લોકો સવાર સવાર હતા. અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળા એકઠા થયા હતા.