Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરના મેવાસા ગામ પાસે ટાયર ફાટતાં ટ્રક પલટી જતાં 7 લોકોના મોત.

Share

ભાવનગરમાં વલભીપુર તાલુકામાં એક ટ્રક પલટી જવાથી ટ્રક નીચે કેટલાક મજૂરો દબાઈ ગયાની ઘટના બની છે. આ ભયંકર ઘટનામાં 7 લોકોના મોત થયા છે. આ ઘટના મેવાસા ગામ પાસે બની હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ ટ્રકમાં 12 કે તેથી વધુ મજુરો સવાર હતા. અકસ્માતના ઘટના સ્થળે 108 ની ટીમ પહોંચી ગઈ છે અને સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

ભાવનગર જીલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા આ આઈસર ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો જેમાં અનેક લોકો દબાયા હોવાની માહિતી મળતા તંત્રે સ્થળ પર દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી, આ ટ્રકમાં 12 થી 14 મજૂરો સવાર હતા એ દરમિયાન દુર્ઘટના બની હતી. જેમાં 6 લોકોનાં ઘટનાસ્થળે જયારે 1 નું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર મેવાસા ગામ તરફથી વલભીપુર આવી રહ્યા હતા. એ દરમિયાન કડબ ભરેલી આ ટ્રકમાં ટાયર ફાટતા તે પલટી મારી જતાં ભયંકર અકસ્માત થયો હતો જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં વિવિધ ગરબા મહોત્સવમાં મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે આરતીનો લ્હાવો લીધો…

ProudOfGujarat

ભરૂચ માં વહેલી સવાર થી વરસાદી માહોલ-ઝરમર અને ઝાપટાઓ વચ્ચે વાતવરણ માં ઠંડક પ્રસરી….

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે કાલથી મોન્સૂન મેઘ મલ્હાર પર્વનો શુભારંભ કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!