Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં દારૂ ભરેલી 2 કાર સાથે બે ઇસમો ઝડપાયા

Share

એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલી પૂર્વ બાતમી આધારે કુંભારવાડા નારીરોડ પરથી એક સાથે બે મોટરકારમાં ઇંગ્લીશ દારૂની ૪૮૦ બોટલ સાથે બે શખ્સ ઝડપાઇ જવા પામ્યા હતાં.

ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઇ માળી (રહે.રૂવા તા.જી.ભાવનગર)વાળો તેનાં કબ્જા-ભોગવટાની સફેદ કલરની મારૂતિ સ્વીફટ કાર રજી.નંબર-ય્વ-૦૫-ભય્ ૦૨૮૨ તથા મુકેશ ઉર્ફે ભોપો (રહે.સુભાષનગર,ભાવનગર) તેનાં કબ્જા-ભોગવટાની સીલ્વર કલરની ટાટા ઇન્ડિગો કાર ય્વ-૦૬-ઘય્-૫૯૬૭માં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી કુંભારવાડા, નારી રોડથી પસાર થવાનાં હોવાની બાતમી આધારે કુંભારવાડા, રામદેવનગરનાં નાંકે, શેરી નંબર-૧ પાસે રોડ ઉપર વોચમાં હતા. દરમિયાન બન્ને કાર નિકળતા અટકાવી તલાશી લેતા ફિએસ્ટા વોડકા રાજસ્થાન ઓન્લીના સીલપેક ૪૮૦ ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે સ્વીફ્ટ કાર અને ટાટા ઇન્ડિગો કાર રોકડ રકમ તેમજ સેમસંગ કંપનીના બે મોબાઇલ કબ્જે કર્યાં હતાં અને બન્ને વિરૂદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની વિવિધ કલમો દાખલ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચની દુધધારા ડેરીના પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચના નારેશ્વર ખાતે શ્રી રંગ અવધુત મહારાજની ૧૨૧મી જન્મ જયંતિ (રંગ જયંતિ) મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

જામનગર : ૭ થી ૧૩ વર્ષના બાળકો માટે નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!