ભાવનગર એલસીબી દ્વારા ગત રાત્રીના મહુવા તાલુકાના અમૃતવેલ ગામેથી ટ્રક સાથે દારૂ તેમજ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મહુવા તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી LCB ની ટીમ સક્રિય છે. જેના કારણે વિદેશી દારૂ વેચતા બુટલેગરોમાં ફફળાંટ મચી જવા પામ્યો છે. લાખો રૂપિયાનો દારૂ છેલ્લા 15 દિવસમાં એલસીબીએ મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપ્યો છે.
ક્રાઈમ અટકાવવા માટે તો એલસીબી તેમજ એસ.ઓ.જી ની ટીમને જિલ્લામાં નિમણૂંક કરાતી હોય છે, પરંતુ સ્થાનિક પોલીસની કોઈ કામગીરી ઉપર એક સવાલ ઉભો થાય છે કે ભાવનગરથી આવીને એલસીબી જો દારૂ પકડી પાડતી હોય તો લોકલ પોલીસને કેમ ખબર હોતી નથી. તે પણ પ્રજામાં એક સવાલ ઉઠવા પામ્યો છે. લોકમુખે એવી પણ ચર્ચાઓ થાય છે કે દારૂની બંધી હોવા છતાં ક્યાંથી દારૂ આવે છે અને કેમ આવે છે. દારૂના મુદ્દામાલ સાથે આરોપીને અમૃતવેલ ગામના રૂપાભાઈ ઘેલાભાઈ ગમારની ટ્રક સાથે અટકાયત કરવામાં આવી છે.