Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરમાં મહાશિવરાત્રિ નિમિત્તે શિવમંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Share

ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલે મહાશિવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, આ અવસરને અનુલક્ષીને તમામ પ્રાચીન-અર્વાચીન શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો દર્શનાથે ઉમટી પડશે, અને શિવાલયોમાં હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠશે.

આ પ્રસંગે શિવ મંદિરોમાં ચાર પ્રહરની મહાઆરતી, પૂજન, અર્ચન, જળાભિષેક, લઘુરુદ્ર, શિવજીની ઉપાસના અર્થે ભજન, કીર્તન, શોભાયાત્રા, પાલખીયાત્રા, સત્સંગ, સતવાણી અને લોકડાયરો સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ સાથે શહેરના તખ્તેશ્વર મહાદેવ મંદિર, થાપનાથ મહાદેવ મંદિર બોરતળાવ, સિહોરમાં નવનાથ, માળનાથ તથા નિષ્કલંક સહિતના અનેક નાના-મોટા શિવાલયોમાં મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

માંગરોલ તાલુકાનાં ઝંખવાવ મુકામે આદિવાસી સુરક્ષા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ

ProudOfGujarat

સુરત એશિયાની 30 રિઝિલિયન્સ સિટીમાંથી 8 માં ક્રમાંકે સિલેકટ થયું.

ProudOfGujarat

ઝઘડિયાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી કોરોનાની વેક્સિનની જેમ “મોંઘવારી વેક્સિન” નું સંશોધન કરવા અપીલ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!