Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરમાં સવારે કડાકા ભડાકા સાથે માવઠુ

Share

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન વારંવાર કરવટ બદલી રહ્યું હોય તેમ કાતિલ ઠંડી વચ્ચે અમુક ભાગોમાં કમોસમી વરસાદ ખાબકયો હતો.

ભાવનગરમાં વ્હેલી સવારે કડાકા ભડાકા સાથે માવઠું થયુ હતું તેવી જ રીતે ઉતર ગુજરાતના અમુક પંથકમાં વરસાદ પડયો હતો જેને પગલે ઘઉં-ચણા સહિતના પાકને નુકશાનીની આશંકાથી ખેડુતોના જીવ અદ્ધર થયા હતા.કેટલાંક દિવસોથી કાતિલ ઠંડીનો સામનો કરતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે અમુક ભાગોમાં કમોસમી વરસાદથી ખાસ કરીને ખેડુતો તથા લગ્નપ્રસંગના આયોજકો ચિંતામાં મુકાઈ ગયા હતા.

Advertisement

ભાવનગરમાં આજે સવારે પાંચ વાગ્યાના અરસામાં કડાકાભડાકા-ગાજવીજ સાથે વરસાદ ત્રાટકયો હતો અને રસ્તા પર પાણી ભરાયા હતા. પરોઢીયાની ઉંઘ માણતા લોકો કડાકા ભડાકાથી સફાળા જાગી ગયા હતા અને ચોમાસા જેવો માહોલ જોઈને અચંબીત બન્યા હતા. આ સિવાય ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વ્હેલી સવારે માવઠા વરસ્યા હતા. મહીસાગર, વિરપુર, બાલાસિનોર તથા લુણાવાડામાં વરસાદ પડયો હતો. સંતરામપુર તથા ખાનપુરમાં પણ ચોમાસા જેવા વરસાદથી પાણી રેલાયા હતા. ભરૂચ જિલ્લામાં જંબુસર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ હતો. સુરતના હજીરા તથા મોડાસામાં પણ માવઠા હતા.રાજયના અનેક ભાગોમાં વરસાદથી ખેડુતો ચિંતામાં મુકાયા હતા.

માવઠાને કારણે ઘઉં, ચણા, બાજરી, મકાઈ, શાકભાજી તથા ઘાસચારાના ઉત્પાદન-પાકને ફટકો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય રાજયમાં લગ્નગાળો બરાબર જામ્યો છે અને સેંકડો લગ્નો છે જયારે પાર્ટીપ્લોટ કે ખુલ્લા મેદાન કે ખુલ્લી જગ્યામાં લગ્નો ગોઠવનારા પરિવારો પણ ચિંતામાં મુકાયા છે. લગ્ન સહિતના પ્રસંગોમાં વિધ્નો સર્જાવાની આશંકા ઉભી થઈ છે. શિયાળાની વર્તમાન સિઝનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જેવા હવામાનના ઘટનાક્રમોના પ્રભાવ હેઠળ ઉતર ભારતથી રાજસ્થાન તથા તેના સંલગ્ન ભાગોમાં માવઠા થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જ હતી. એકાદ દિવસના આ પ્રકારના હવામાન પલ્ટા બાદ ફરી વાતાવરણ સ્વચ્છ થઈ જવાનો નિર્દેશ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યો છે.


Share

Related posts

સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં શિયાળાની બરાબર જમાવટ થતાં તસ્કરો સક્રિય બન્યા છે અને એક બાદ એક ચોરીની વારદાતને અંજામ આપી રહયા છે.

ProudOfGujarat

ભાજપના નેતા ડો.શ્રદ્ધા રાજપૂત સહિતના પૂર્વ વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભાવનગરમાં લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર આરોપી ભરૂચ જીલ્લામાંથી પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!