ભાવનગર શહેરના ક્રેસંટ સર્કલ પાસે માણેકવાડીના રહેણાંકી વિસ્તારમાં અગાશી ઉપર ધમધમતા યુવાધનને નશાના ખપ્પરમાં હોમતા હુક્કાબાર પર પોલીસે ગત મોડી રાત્રે દરોડો પાડી નશાનો દમ ખેંચતા શિશુવિહાર વિસ્તાર, નવી માણેકવાડી, મેઘાણી સર્કલ, સંઘેડીયાબજાર, રૂવાપરી રોડ, વડવા, ક્રેસંટ, પ્રભુદાસ તળાવ વિસ્તારના 19 શખ્સને દબોચી લઈ હુક્કા, તમાકુની ફ્લેવરના ડબ્બા, 19 મોબાઈલ મળી કુલ રૂપિયા 4.46 લાખનો મુદ્દામાલ બરામત કર્યો હતો.
બનાવની વિગતો અનુસાર ઘોઘારોડ પોલીસ સ્ટાફ ગત રાત્રીના નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતો. તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, શહેરના ક્રેસંટ સર્કલ પાસે માણેકવાડી સ્ટેશન નજીક અસદ અસફાકભાઈ કાલવાના રહેણાંકી મકાનમાં શખ્સો હુક્કાબાર ચલાવી રહ્યા છે. જે હકીકત આધારે પોલીસે મોડી રાત્રીના 1.00 કલાકના અરસા દરમિયાન દરોડો પાડી તપાસ હાથ ધરતા મકાનની અગાશી પર ધમધમતુ હુક્કાબાર મળી આવતા દરમિયાન એક શખ્સ મહમદફૈજાન ફારૂકભાઈ કાલવા (ઉ.વ. 29, નવી માણેકવાડી)ની અટક કરી તેની પાસે હુક્કાબાર ચલાવવાનું લાઈસન્સ માગતા ન મળી આવતા અન્ય ચાર કુંડાળા કરી હુક્કાના કસ ખેંચતા અરસાન મામુદભાઈ તેલવાલા (ઉ.વ. 24, ઈબ્રાહીમ મસ્જીદ પાસે, શિશુવિહાર સર્કલ), મહમદ અમીનભાઈ ભલ્લા (ઉ.વ. 24, ઈબ્રાહીમ મસ્જીદ પાસે, શિશુવિહાર સર્કલ), મહમદ આદીલભાઈ ભલ્લા (ઉ.વ. 26, ઈબ્રાહીમ મસ્જીદ પાસે, શિશુવિહાર સર્કલ), મોહમદહસન ઈકબાલભાઈ લાખાણી (ઉ.વ. 37, નવી માણેકવાડી), ફહાદ મહમદયુસુફભાઈ લાખાણી (ઉ.વ. 28, જુની માણેકવાડી), સમીર મહમદહુસૈન ધોળીયા (મેપાળી સર્કલ રબ્બર ફેક્ટરી રોડ), રીયાઝ સુલેમાનભાઈ ચુઝ (ઉ.વ. 39, શિશુવિહાર સર્કલ), અકીબ મામુદભાઈ તેલવાલા (ઉં.વ. 29, ઈબ્રાહીમ મસ્જીદ પાસે, શિશુવિહાર સર્કલ), તોઠીક મુસાભાઈ ડેરૈયા (ઉ.વ. 25, સંઘેડીયાબજાર, મોચી શેરી), આદીલમહમદ તોફીકભાઈ કાલવા (ઉ.વ. 29, સંચીત નિવાસ, રૂવાપરી રોડ, મલીકનો ડેલો), રીયાઝ કાસીદભાઈ ધોલીયા (ઈબ્રાહીમ મસ્જીદ પાસે, શિશુવિહાર સર્કલ), દેવરાજ ધનજીભાઈ જાદવ (ઉ.વ. 24, આમલી ફળી, ખીજડાવાળી શેરી, વડવા), ફરહાન ઈરફાનભાઈ લાકડીયા (ઉ.વ. 23, ચેરીટી કમીશનરવાળો ખાંચો, શિશુવિહાર સર્કલ), આવેશ મહમદજુનૈદભાઈ જાકા (ઉ.વ. 23, ગાંધી સ્મૃતિ પાછળ, ક્રેસંટ), મહમદઆમીર અબ્દુલમજીદ કાલવા (ઉ.વ. 22, નવી માણેકવાડી સર્કલ), મહમદસોહીલ સોયબભાઈ લલ (ઉ.વ. 22, અલી પ્લાઝા પાસે, પ્રભુદાસ તળાવ), ફયાઝ ઈરફાનભાઈ લાકડીયા (ઉ.વ. 29 સ્કુલ સામેની ગલી, શિશુવિહાર સર્કલ), ધવલ શૈલેષભાઈ બારૈયા (ઉ.વ. 19, વડવા ચોરા, ભાવનગર) મળી આવતા તમામને રંગેહાથ ઝડપી લઈ શખ્સોના કબજામાંથી હુક્કા નંગ-4, જુદીજુદી ફ્લેવરના તમાકુના બોક્સ, સગડી, 19 મોબાઈલ મળી કુલ રૂપિયા 4,48,750નો મુદ્દામાલ બરામત કરી ઘોઘારોડ પોલીસ તમામ શખ્સો સામે સીગારેટ અને તમાકુ ઉત્પાદન સુધારા અધિનિયમ 2003ની કલમ 04, 21, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.