Proud of Gujarat
GujaratFeaturedINDIA

ફેસબૂકના ગ્રુપમાં યુઝર્સની કોમેન્ટથી સમસ્ત માતાજીના ભક્તોની લાગણી દુભાઈ, જિલ્લામાં લાખ્ખોની સંખ્યામાં આસ્થાનું પ્રતીક માં મોગલ માતાજી વિરૃધ્ધ કોમેન્ટ થતા સિહોર ખાતે અસંખ્ય ભક્તો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

Share

કિશન સોલંકી (ભાવનગર)

 

Advertisement

– ફેસબુકનાં માધ્યમથી ચાલતાં એક ગ્રુપમાં ગઢવી સમાજ સહિત અસંખ્ય સમાજના માતાજી માં મોગલ સામે અયોગ્ય લખાણ લખ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. જેનાં સંદર્ભે સિહોર મામલતદારને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે સિહોરમાં અસંખ્ય ભક્તો દ્વારા મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં ગઢવી સમાજ સહિત સમસ્ત હિન્દૂ સમાજનાં પુજનીય માતાજી શ્રી મોગલ માં વિરુધ્ધ ટિપ્પણી કરનારા સામે કડક સજા કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો ગત સપ્તાહમાં ફેસબુકનાં માધ્યમથી કેટલાંક લોકો દ્વારા સમસ્ત હિન્દૂ સમાજના પુજનીય માં મોગલ માતાજી વિશે એલફેલ, અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. ફેસબુક પર ચાલતા ગ્રુપમાં આ પ્રકારની આચરણ કર્યાની ફરિયાદ ઉઠી છે. જેમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા અયોગ્ય ટિપ્પણી કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. જેને લઈ સમસ્ત વિશ્વમાં ફેલાયેલા ચારણ-ગઢવી સમાજ તેમજ સમસ્ત સમાજની ઘણી કોમ તથા જ્ઞાાતિનાં લોકો જે શ્રી મોગલ માતાજીને પુજે છે તેમની ધાર્મિક આસ્થા અને લાગણી દુભાઈ છે જેને લઈ આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે…


Share

Related posts

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં આ તારીખ બાદ ફરી આવશે વરસાદ

ProudOfGujarat

ભરૂચ મદીના હોટેલ પાછળ ના ભાગે જુગાર રમતા ચાર જુગારીઓને હજારોના મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા શિવસેના દ્વારા કલમ 370 ને હટાવવાના સંકલ્પ ને આવકર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!