Proud of Gujarat
FeaturedGujaratINDIA

શેત્રુંજી ડેમમાંથી રબી પિયત માટે પાણી છોડાતા 5825 હેક્ટર જમીનમાં ખેતીને ફાયદો.

Share

શેત્રુંજી ડેમમાંથી રબી પિયત માટે પાણી છોડાતા 5825 હેક્ટર જમીનમાં ખેતીને ફાયદ શેત્રુંજી ડેમમાંથી આખરે રબી પિયત માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઇ છે. પ્રારંભીક તબકકે જમણા-ડાબા બન્ને નહેરોમાં ૭૦ કયુસેકથી પાણી છોડવાનું શરૂ કરાયુ છે અને તેમાં ક્રમશઃ વધારો કરવામાં આવશે તેમ સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયુ છે. તળાજા, મહુવા, પાલીતાણા ઘોઘા સહીત શેત્રુંજી જળાશયનાં કમાન્ડ વિસ્તારમાં આવતા શેત્રુંજી નહેર ડાબા જમણાકાંઠાનાં ખેડૂતોને રવિપિયત માટે પાણી છોડવા માટે પાણી છોડવાની માંગણીનાં અનુસંધાને શેત્રુંજી સિંચાઇ શેત્રુંજી સિંચાઇ સલાહકાર મંડળની મીટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ અપૂરતા ફોર્મ આવતા પાણી છોડવામાં વિલંબની શકયતા હતી તળાજા, મહુવા અને પાલીતાણાના ધારાસભ્યો દ્વારા સિંચાઈ અધિક્ષકને પોતાના વિસ્તારના ખેડૂતોને પિયત પાણીની જરૂરિયાત હોય શેત્રુંજી ડેમમાંથી નહેર માટે પાણી છોડવા માટે અપીલ કરેલ. હાલ શેત્રુંજી ડેમમાં ૭૭૫૬ એમ.સી.એફ. ટી પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય સિંચાઈ માટેની કુલ જમીન પૈકી ૫૮૨૫ હેક્ટરના ૫૦% ફોર્મ રજૂ થયેથી પાણી છોડવા વિચારણા થયેલ જે પૈકી કુલ ૩૦૦ હેક્ટરના ફોર્મ ભરાયા હતા અને બાકીના ફોર્મ વહેલીતકે ભરાશે તેવી ખાતરી મળતા આજે ડેમમાંથી પ્રારંભમાં જમણાકાંઠામાં ૭૦ કયુસેક અને ડાબા કાંઠામાં પણ ૭૦ કયુસેડ પાણી છોડવાનું શરૂ કરેલ છે અને સમય જતા તેમા ક્રમશઃ વધારો કરવામાં આવશે જેથી બાકી રહેલા ખેડૂતો વહેલીતકે પોતાના માગણી ફોર્મ રજૂ કરે તેવી અપીલ કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ટ્રક્સ ઓનર્સ એસોસીએસન દ્વારા ખાણખનીજ વિભાગ ને આવેદન આપ્યું…

ProudOfGujarat

વિસાવદર એન. સી.પરમાર.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની ઊજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરામાં તૃષાની હત્યા બાદ પોલીસની પહેલ…જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!